જામનગર યાર્ડ 8 થી 16 ઓગષ્ટ સુધી બંધ રહેશે

0
264

જન્માષ્ટમીના તહેવારને ધ્યાને રાખી જણસોની હરાજી ન કરવાનો નિર્ણય


  આગામી જન્માષ્ટમીના તહેવાર અને કોરોના વાઇરસના વધતા સંક્રમણને ધ્યાને જામનગર માર્કટીંગ યાર્ડ આગામી તા.8 ઓગષ્ટથી 16 ઓગષ્ટ સુધી બંધ રહેશે.આ સમયગાળા દરમિયાન ખેડૂતોની જણસોની હરરાજી બંધ રહેશે.જેથી ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન જણસો ન લાવવા એક યાદીમાં અનુરોધ કરાયો છે.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં દિવસ દરમિયાન હજારો ખેડૂતો વિવિધ ઉત્પાદકો વેચવા માટે આવતા હોય છે.તેમજ દિવસ દરમિયાન માર્કેટિંગ યાર્ડમાં હજારો જણસોની હરરાજી થતી હોય છે.ત્યારે આગામી જન્માષ્ટમીના તહેવાર અને કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખી માર્કેટિંગ યાર્ડ તા.8 ઓગષ્ટથી 16 ઓગષ્ટ સુધી બંધ રાખવા નિર્ણય કર્યો છે. તા.16 ઓગષ્ટથી સાંજના 7 વાગ્યાથી જણસીઓની આવક શરૂ થશે.ખેડૂતો દ્વારા 8 ઓષ્ટથી 16 ઓગષ્ટ સુધી યાર્ડમાં જણસો ન લાવવા જામનગર માર્કેટ યાર્ડ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

સાગર સંઘાણી, ન્યૂઝ અપડેટ, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here