રાજકોટ દારૂના કેસમાં માર નહીં મારવા મામલે 80 હજારની લાંચ માંગનાર પોલીસકર્મી ACBના હાથે ઝડપાયો

0
247

પોલીસકર્મીએ આરોપી પાસેથી 90 હજાર રૂપિયાની લાંચ માંગી હતી

રાજકોટ ભક્તિનગર પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસકર્મી 80 હજાર રૂપિયાની લાંચ માંગતા ACBના રંગે હાથ ઝડપાય ગયો છે. દારૂના કેસમાં માર નહીં મારવાના મામલે આરોપી પાસેથી 90 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. પરંતુ રકઝક બાદ 80 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જેથી ACBએ છટકુ ગોઠવી પોલીસકર્મીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

લાંચ માંગનાર મેહુલ ડાંગરની અટકાયત
જાગૃત નાગરિકની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા મેહુલ માવજીભાઈ ડાંગર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદીના મિત્રને દારૂના ગુનામાં પકડવામાં આવ્યો હતો. તેને માર નહીં મારવાના અને હેરાન નહીં કરવા પેટે કોન્ટેબલ મેહુલ ડાંગરે 90 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ રકઝક કરતા અંતે 80 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી ACBને જાણ કરી હતી. જેથી ACBએ છટકુ ગોઠવ્યું હતું તે મુજબ ફરિયાદી લાંચની રકમ લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જે બાદ ACBએ લાંચ માંગનાર મેહુલ ડાંગરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here