જિલ્લા માહિતી કચેરી, ભાવનગર
Website:www.gujaratinformation.net
E-mail:mahitibhavnagar@gmail.com
કોવિડ-૧૯ ના કારણે મૃત્યુ પામેલ વિમિત કર્મચારીના વ્યક્તિનાં પરીવારને કામદાર રાજ્ય વીમા નિગમ દ્વારા મદદ અને સહાયતા કરવામાં આવશે.
આ માટે કામદાર કર્મચારીની નોંધણી કોવિડ-૧૯ ના નિદાનના ત્રણ મહિના પહેલા થયેલી હોવી જોઈએ. વિમિત વ્યક્તિ કોવિડ-૧૯ ના નિદાનના દિવસે કર્મચારી એટલે કે, રોજગારમાં હોવો જોઈએ અને કોવિડ-૧૯ ના નિદાન સુધીના એક વર્ષના સમયગાળામાં ઓછામાં ઓછા ૭૦ દિવસનો ફાળો જમા કરેલ હોવો જોઈએ.
જો વિવિધ વ્યક્તિ કે મહિલાએ અપંગતા હિતલાભ, વર્ધિત બીમારી કે માતૃત્વ હિતલાભ લીધેલ હશે તો તે હિતલાભના દિવસો ૭૦ દિવસની ગણતરીમાં લઈ લેવામાં આવશે. કોવિડ-૧૯ થી સ્વસ્થ થયા બાદ ૩૦ દિવસ સુધીમાં કોવિડ-૧૯ ના કારણે થયેલા મૃત્યુના મામલામાં અથવા કોવિડ-૧૯ નો નેગેટિવ રિપોર્ટ ન હોય તો કોવિડ-૧૯ ના નિદાનના ૪૫ દિવસ સુધીમાં થયેલ મૃત્યુના મામલામાં પ્રાદેશિક નિયામક કે તબીબી અધિક્ષક દ્વારા નિર્ણય કરવામાં આવશે.
જેનો હિતલાભ સરેરાશ વેતનના ૯૦% કોવિડ-૧૯ રાહત રૂપે વિધવા પત્નિ, સંતાનો, વિધવા માતાને દર મહિને ચૂકવવામાં આવશે. વિધવા પત્નિ, સંતાનો, વિધવા માતા ન હોય તો વિમિત વ્યક્તિ પર આશ્રિત માતા-પિતા, અનૌરસ આવશ્યક પુત્ર-પુત્રી, આવશ્યક ભાઈ, અવિવાહિત બહેન કે અવયસ્ક વિધવા બહેન, વિધવા પુત્રવધુ, અવશ્યક પૌત્ર-પૌત્રી, અવશ્યક દોહિત્ર-દોહિત્રી, દાદા-દાદી દાવા માટે પાત્ર બનશે.
જેનો ચિકિત્સા હિતલાભમાં કોવિડ-૧૯ ના કારણે મૃત્યુ પામેલી વિવિધ વ્યક્તિના જીવનસાથીને રૂ.૧૨૦/- જમા કરાવવા પર એક વર્ષ સુધી ચિકિત્સા હિતલાભ મળવાપાત્ર રહેશે.
આ અંગે દાવો કરનારે સી.આર.એસ-૧ (કોવિડ-૧૯ પોઝિટિવ રિપોર્ટ સાથે), મૃત્યુનું પ્રમાણપત્ર અને આધારકાર્ડ કે જન્મનું પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજો નજીકના શાખા કાર્યાલયમાં જમા કરાવવા કર્મચારી રાજ્ય વીમા નિગમની ભાવનગર શાખા દ્વારા જણાવાયું છે.
અહેવાલ- કૌશિક વાજા, ભાવનગર