નિ:શુલ્ક ગેસનો બાટલો લેવા આવેલા ગરીબો પરેશાન:એક ટંકનુ માંડ કરીએ એમા બાટલાના પૈસા ક્યાંથી કાઢવાનુ હૈયા રુદન
તા.6, જેતપુર: કેન્દ્ર સરકાર દ્વારા અતિ શ્રમિક પરિવારોને ઉજાલ્લા યોજના અંતર્ગત ગેસના બાટલાઓ આપવામાં આવ્યા હતા. તેવા લોકોને લોક ડાઉનની પરીસ્થીતીમાં સિલિન્ડર નિઃશુલ્ક આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલ.

આ નિઃશુલ્ક સિલિન્ડર આજથી વિતરણ કરવાનું શરૂ થતા જેતપુર શહેરમાં ગેસ એજન્સીઓમા નિઃશુલ્ક બાટલો લેવા લોકોનો મેળાવળો જામ્યો હતો. જેની જાણ પોલીસને થતા તરત જ સ્થળ પર પહોંચી ગ્રાહકોની કતાર કરાવી હતી. આ કતાર ગેસ એજન્સીની બંને બાજુ અડધો કિમી સુધીની થઈ ગઈ હતી.

આ કતારોમાં ઉભેલ ગ્રાહકોએ જણાવેલ કે, સરકારે તો નિઃશુલ્ક સિલિન્ડરની જાહેરાત કરેલ પરંતુ અહીં એજન્સીએ બાટલો લેવા આવ્યા તો જાણવા મળ્યું કે અત્યારે રોકડા ૭૪૦ રૂપિયા આપવાના બાદમાં જે તે ગ્રાહકના બેન્ક એકાઉન્ટમાં સરકાર દ્વારા ૭૪૦ રૂપિયા જમા કરવામાં આવશે. પરંતુ સરકારે તો આ બાટલા એવા લોકોને આપેલ હતા કે જે અમારા જેવા અતિ શ્રમિક પરિવારો હોય અને હાલના લોક ડાઉનના સમયમાં અમારા જેવા શ્રમિકો તો સેવાભાવી સંસ્થાઓ ભોજન આપે છે ત્યાં જમીએ છીએ એટલે કે અમારી શ્રમિકો પાસે એક ટંકની અનાજ કરિયાળુ લઈ શકીએ તેટલા પણ પૈસા નથી તો અમો રોકડા ૭૪૦ રૂપિયા ક્યાંથી કાઢીએ તેવો વસવસો વ્યક્ત કર્યો હતો.
ફોટો: રાકેશ પટેલ, જેતપુર