મોરબી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેર ખાતે યોજાશે

0
254

મોરબી જિલ્લામાં આગામી ૧૫મી ઓગષ્ટ-૨૦૨૦ના સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેરના અમરસિંહજી હાઈસ્કુલ પાસેના ગ્રાઉન્ડ ખાતે કરાશે. તેમ જિલ્લા કલેકટર જે.બી.પટેલે ઉજવણી સંદર્ભેના આયોજન અંગેની કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર પટેલે ઉપસ્થિત અધિકારીઓને રાષ્ટ્રીય પર્વની ગરિમાપુર્ણ અને સરકારની ઉજવણી સંદર્ભેની ગાઈડલાઈન મુજબ સાંસ્કૃતીક કાર્યક્રમ આ વખતે યોજાશે નહી તેમજ સોશીયલ ડીસ્ટન્સનો અમલ કરવા સુચનાઓ આપી હતી.

આ ઉજવણી કાર્યક્રમમાં પૂરતી પીવાના પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, ટ્રાફિક-સલામતી, આરોગ્ય તેમજ વિજ પુરવઠો જળવાઇ રહે તે માટેનાસૂચારૂ આયોજન અંગેની તમામ બાબતોનું ધ્યાન રાખવા કલેકટરશ્રીએ આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતન જોષી, વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ.વસાવા, નાયબ જિલ્લા વિકાસ અધિકાર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈ, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો, જે.એમ.કતીરા, કાર્યપાલક ઈજનેર માર્ગ-મકાન બી.પી.જોશી, ચીફ ઓફીસર ગીરીશ સરૈયા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here