એક મહિનામાં તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, મહિલાએ એક-બે નહીં, પરંતુ 10 બાળકોને એકસાથે જન્મ આપ્યો

0
1713

7 જૂનના રોજ ગોસિયામી થમારા સિટહોલ નામની 37 વર્ષીય મહિલાને 10 બાળકોને જન્મ આપવા ઓપરેશન કરાવવું પડ્યું હતું.

  • સાઉથ ઓફ્રિકામાં મહિલાએ એકસાથે 10 બાળકોને જન્મ આપી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
  • ગત મહિને મોરોક્કોની મહિલાએ 9 બાળકોને જન્મ આપીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં પોતાનું નામ નોંધાવ્યું હતું
  • હવે આ રેકોર્ડ એક જ મહિનામાં તૂટી ગયો

અત્યારે મહિલા માટે ડિલિવરીના સમયે એકસાથે 3થી 3 બાળકોનો જન્મ આપવો સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ મહિલાએ એકસાથે 10 બાળકોને જન્મ આપ્યો હોય? હકીકતમાં સાઉથ ઓફ્રિકામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ એકસાથે 10 બાળકોને જન્મ આપી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ગત મહિને એક જ પ્રેગ્નેન્સીથી સૌથી વધુ બાળકોને જન્મ આપવાનો રેકોર્ડ મોરોક્કોની માલિની હલીમા સીસી નામની મહિલા દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેણે 9 બાળકોને જન્મ આપીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં પોતાનું નામ નોંધાવ્યું,. પરંતુ હવે આ રેકોર્ડ એક જ મહિનામાં તૂટી ગયો.

10 બાળકોને જન્મ આપવા ઓપરેશન કરાવવું પડ્યું
મળતી માહિતી અનુસાર, 7 જૂનના રોજ ગોસિયામી થમારા સિટહોલ નામની 37 વર્ષીય મહિલાને 10 બાળકોને જન્મ આપવા ઓપરેશન કરાવવું પડ્યું હતું. મહિલાએ સાત છોકરા અને ત્રણ છોકરીઓને જન્મ આપ્યો. પ્રેગ્નેન્સીની તપાસ દરમિયાન ડૉક્ટરે તેને 6 બાળકો હોવાની વાત કરી હતી.

પરિવારમાં ખુશીનો માહોલ
આફ્રિકી મીડિયાના અનુસાર, સિટહોલના પતિને આઠ બાળકોના જન્મની અપેક્ષા હતી. તપાસ દરમિયાન બે બાળકો હોવાની ખબર ના પડી. તેણે જણાવ્યું હતું કે તે કદાચ બીજી ટ્યૂબમાં ફસાઈ ગયાં હતાં. દંપતી તેમનાં 10 બાળકોના જન્મ આપીને ઘણું ખુશ છે. પરિવારમાં ખુશીનો માહોલ છે.

એકસાથે 10 બાળકોને જન્મ આપવાનું ગોસિયામી થમારા સિટહોલ માટે સરળ નહોતું. ઓપરેશન દરમિયાન ડૉક્ટરે ઘણી સાવધાની સાથે કામ કર્યું અને તમામ બાળકોને બચાવવામાં સફળ રહ્યા. સિટહોલે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે ‘તે પોતાની પ્રેગ્નેન્સીને લઈને ટેન્શનમાં હતી.’

પ્રેગ્નેન્સી દરમિયાન ઘણી બીમાર હતી
સિટહોલે જણાવ્યું હતું કે તે ઘણી બીમાર થઈ ગઈ હતી. તેના માટે આ સમય ઘણો મુશ્કેલ હતો. અત્યારે પણ મુશ્કેલી થઈ રહી છે, પરંતુ હવે તેણે તેની આદત પડી ગઈ છે. સિટહોલે જણાવ્યું હતું કે હવે તેને દુખાવો નથી થતો, પરંતુ તે અત્યારે પણ થોડી મુશ્કેલીમાં છે. હું માત્ર ભગવાનને એટલી પ્રાર્થના કરી રહી હતી કે મારાં તમામ બાળકોની ડિલિવરી સારી રીતે થઈ જાય અને બધાં સ્વસ્થ રહે.

સિટહોલ અને તેનો પતિ અત્યંત ખુશ
ન્યૂયોર્ક પોસ્ટના અનુસાર, સિટહોલનાં તમામ બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને થોડા મહિનાઓ સુધી બાળકોને ઇન્કયુબેટરમાં રાખવામાં આવશે. સિટહોલ અને તેનો પતિ અત્યંત ખુશ છે. મેલઓનલાઈન રિપોર્ટના અનુસાર, સિટહોલે પ્રેગ્નેન્સી એકદમ પ્રાકૃતિક રીતે ધારણ કરી હતી. પ્રેગ્નન્સી દરમિયાન ઘણી તકલીફ પડી હતી. પગ અને કમરમાં ઘણો દુખાવો થઈ રહ્યો હતો. તે પોતાની હાઈ-રિસ્ક પ્રેગ્નેન્સીને જોતાં ઘણી ચિંતામાં હતી. તેણે એ વાતનો ડર હતો કે તેનાં બાળકો નહીં બચે.

આ અગાઉ મે મહિનાની શરૂઆતમાં માલિની એક મહિલા હલીમા સિસીએ નવ બાળકોને જન્મ આપ્યો હતો. મોરક્કોમાં થયેલી ડિલિવરી દરમિયાન મહિલાએ પાંચ છોકરી અને ચાર છોકરાને જન્મ આપ્યો હતો.