જામનગર : એક સમય એવો હતો જયારે શહેરના તમામ ડીવીજન અને તાલુકા મથકોમાં યુવા પીએસઆઈની ટીમ કાર્યરત હતી. જો કે આ જલવો ફરી જોવા મળે તેવો માહોલ ધીરે ધીરે આકાર પામી રહ્યો છે. કેમ કે તત્કાલીન સમયમાં પીએસઆઈ તરીકે સારી કામગીરી કરનાર અધિકારીની આજે જામનગર ખાતે બદલી થઇ છે. જયારે અન્ય યુવા ટીમ દ્વારા પણ જામનગરની બદલીની ડીમાંડ છે.
એક સમય એવો હતો જયારે સીટી એ ડીવીજન ભડકે બળતું હતું અને કાલાવડમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી ન હતી એવા સમયે પ્રોબેશન પીરીયડ પૂરો કરી પૂર્ણ સેવામાં લાગેલા પીએસઆઈ આર વી વીંછીને બાગડોર સંભાળવા આપી દેવામાં આવી હતી. સીટી એ ડીવીજનના ઇન્ચાર્જ પીઆઈ તરીકે સારી કામગીરી કરી અશાંત માહોલ જે તે સમયે શાંત કરી શહેરમાં શાંત માહોલ કરવામાં વીંછીની કુનેહ કામ કરી ગઈ હતી. ત્યારબાદ કાલાવડમાં પણ સારી કામગીરી કરી પ્રમોશન સાથે પીઆઈ વિછ્છીની આણંદ જીલ્લામાં બદ્દલી થઇ હતી. આનંદમાં એસઓજી સહિતની મહત્વની બ્રાન્ચામાં ગણના પાત્ર કામગીરી કરી પીઆઈ વીંછીની જામનગર ખાતે બદલી થઇ છે. રાજ્યના ૨૯ પીઆઈની થયેલ બદલીમાં પીઆઈ વિછીનો પણ સમાવેશ થાય છે. એક સમયે રચાયેલ યંગ ટીમનો માહોલ હવે ફરી રચાતો જાય છે. જીલ્લાને વધુ એક યુવા પીઆઈ મળતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે જ એમાં નવાઈ નહી,
અહેવાલ :સાગર સંઘાણી .જામનગર