ગોંડલ: આગામી 14 એપ્રિલના ડો બાબાસાહેબ આંબેડકર જ્યંતી હોય મહામારીના આ કપરા સમયમાં કોરોના ના કહેર ને અટકાવવા શ્રી મેઘવાળ સમાજ ટ્રષ્ટ પ્રમુખ ગીરઘરભાઈ સોલંકી, ઉપ પ્રમુખ કિરણભાઈ પરમાર, ડો. આંબેડકર ઉત્સવ સમિતિ ના અનિલભાઈ માધડ, મહેન્દ્ર ભાઈ સોલંકી, સાવનભાઈ પરમાર, દિનેશભાઇ સોંદરવા તેમજ વિજયભાઈ ચૌહાણ સહિતનાઓ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર જ્યંતી ઉજવવાનું મોખુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે , જેની સર્વે એ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.
(અહેવાલ:- નરેન્દ્ર પટેલ, ગોંડલ)