ગોંડલના આધેડ વીઆઈપી મેમ સાથે ડેટિંગ-સેકસ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં 1.30 કરોડ માં છેતરાયા

0
16553

ગોંડલ શહેર પંથકમાં તાજેતરમાં જ પોર્ન સાઇટ જોવાના શોખીનો લાખો રૂપિયામાં છેતરાયા ની ઘટના બની છે ત્યારે ગુંદાળા રોડ પર આવેલ બ્રહ્માણી પાર્કમાં રહેતા આધેડ વીઆઈપી મેમ સાથે ડેટિંગ-સેકસ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં 1,29,33,900 ની રોકડ રકમની છેતરામણી નો ભોગ બનતા સિટી પોલીસમાં ફરીયાદ નોંધાઇ.

ગોંડલ તાલુકાના ગરનાળા ગામના અને હાલ ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલા બ્રહ્માણી પાર્કમાં રહેતા અને મહારાષ્ટ્રમાં jcb નું કામ કરતા અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ વિરપરિયા (ઉંમર ૫૧) વીઆઈપી મેમ સાથે ડેટિંગ-સેકસ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં 1,29,33,900 ની રોકડ રકમની છેતરામણી નો ભોગ બનતા સિટી પોલીસમાં દાનિશ પટેલ, કેરાજ ભાટી, પાર્થ યાજ્ઞિક, શિક્ષા બક્ષી, અભિષેક, જોસેફ, કમલેશ, કૌશલ, એપલ, અલ્પેશ, કેશવ, રોહન પવાર, નિમેષ સોની અને રમેશ નામના શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 406, 420, 120b મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અશ્વિનભાઈ વિરપરિયા વધુ માં જણાવ્યું હતું કે આશરે એકાદ વર્ષ પહેલા તેઓ મહારાષ્ટ્ર થી ગુજરાત આવી રહ્યા હતા ત્યારે અમદાવાદ પાસે તેમના મોબાઇલમાં એક મેસેજ આવ્યો હતો હાઈપ્રોફાઈલ vip મેમ સાથે ડેટિંગ અને સેક્સમાં રસ ધરાવતા હોય તો મેસેજ કરવા જણાવાયું હતું અને તે મુજબ મેસેજ કરવામાં આવ્યો હતો બાદમાં મેમ્બરશીપ મેળવવા બેંક એકાઉન્ટમાં રૂપિયા ભરવાનું જણાવાયું હતું બાદમાં ઉપરોક્ત જણાવ્યા મુજબ વારાફરતી જુદા જુદા લોકો ના મોબાઇલ ફોન આવ્યા હતા આંગડિયા પેઢી આરસી એન્ટરપ્રાઇઝ, પીએમ એન્ટરપ્રાઇઝ મારફત રકમ ટ્રાન્સફર કરી હતી રોકેલા રૂપિયા ત્રણ ગણાની લાલચ પણ આપવામાં આવી હતી અને છેતરામણ નો ભોગ બન્યા હતા