રાજકોટ માં આવતી “અમુલ ફેકટરી” ને લોધિકા ગામ ની સરકારી જમીન માં ફાળવવામાં આવે જેથી કરી ને લોધિકા ગામ અને એમના આસપાસ ના લોકો ને રોજગારી ની તકો મળી રહે અને આ તાલુકો વિકાસ થી વેગવંતો બને.

(પ્રવેશ કરતા એમ ના લાગે તમે તાલુકા માં પ્રેવેશ્યા છો, સરકાર માત્ર રાજકોટ માં માધાપર – અમદાવાદ રોડ પર ના રસ્તા નો જ વિકાસ કરે છે, તાલુકા લેવલ ના લોધિકાગામ ના લોકો વિકાસ થી વંચિત.

લોધિકા – લોધિકા તાલુકો ૩૮ થી વધુ ગામો ને આવરી લેતો તાલુકો છે, પરતું આ લોધિકા ગામ માં વિકાસ ના નામે મીંડું છે , આ ગામ માં વિકાસ ની વાત કરીએ તો રાજકોટ જીલ્લા નો એક માત્ર લોધિકા તાલુકો એવો છે જ્યાં માર્કેટિંગ યાર્ડ નથી કે નથી આધોગિક વસાહત , ફરજીયાત પણે આ ગામ ના ખેડૂતો ને આસપાસ ના અન્ય તાલુકા ના માર્કેટિંગ યાર્ડ નો સહારો લેવો પડે છે, આસ પાસ ના તમામ ગામ ના લોકો ખેતી આધારિત હોઈ ખેડૂતો ને રોજગારી ની આવક એક માત્ર ખેતી છે, ત્યારે આ ગામ ના લોકો ની માંગ છે કે રાજકોટ માં આવતી અમુલ ફેક્ટરી જે આણદ પુર – નવાગામ ખાતે જગ્યા પસંદ કરવામાં આવી એ ફેકટરી ને લોધિકા ગામ ની ખરાબા ની જમીન માં પસંદગી કરવામાં આવે અથવા આ તાલુકા માં માર્કેટિંગ યાર્ડ અથવા જી, આઈ, ડી સી ફાળવવામાં આવે જેથી કરી ને આસપાસ ના ગામ ના લોકો ને રોજગારી ની ટકો મળી રહે સાથે ખેડૂતો એમનો માલ ત્યાં જ વેચી શકે માટે લોધિકા તાલુકા ને વેગવંતો તાલુકો કરવાની અનિવાર્યતા જરૂરી છે, આવિ લોધિકા ગામ ના લોકો ની લોકમાંગ ઉઠી રહી છે.

રાજકોટ જીલ્લા ના લોધિકા તાલુકા માં આવતા ગામો ની યાદી.

૧. મેટોડા, ૨. ખીરસરા,૩. નાઘુ પીપળીયા, ૪. કોઠા પીપળીયા, ૫. જેતાકુબા, ૬. પીપરડી, ૭. દેવડા, ૮.અભેપર – રતનપર, ૯.છાપરા, ૧૦.નગરપીપળીયા, ૧૧.ઉંડ ખીજડીયા, ૧૨.દેવ ગામ ,૧૩.પાંભર ઇટાળા, ૧૪.ચાંદલી, ૧૫.ચીભડા, ૧૬.પાળ ,૧૭.રાવકી , ૧૮.લોધિકા , ૧૯.વાગુદડ, ૨૦.કાન્ગ્શીયાળી,૨૧.પારડી, ૨૨.તરવડા, ૨૩.વાજડી વડ, ૨૪.વીરવા, ૨૫.પીપળીયા – પાળ, ૨૬.હરીપર – પાળ , ૨૭.રાતેયા ,૨૮.સાંગણવા, ૨૯.જશવંતપુર, ૩૦.મોટા વડા, ૩૧.લક્ષ્મીઇટાળા, ૩૨.ખાંભા, ૩૩.ધૂળિયા દોમડા, ૩૪.હરીપર – ૩૫.તરવડા, ૩૬.માખાવડ, ૩૭.બાલસર.