ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી અગાઉ પાટીદાર સમાજ એક મંચ પર આવશે, વર્ષો બાદ લેઉવા-કડવા પાટીદારોની એક મંચ પર બેઠક યોજાશે. વર્ષો બાદ લેઉવા-કડવા પાટીદાર સમાજની એક મંચ પર બેઠક ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી અગાઉ એક મોટો સંયોગ બની રહ્યો છે.
સૌથી મોટી વર્ચસ્વ ધરાવનારા પાટીદાર સમાજમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જે બાદ ગુજરાતની રાજનીતિમાં મોટી ચર્ચાઓ પણ થઈ રહી છે. વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આવી રહ્યો છે. વર્ષો બાદ લેઉવા અને કડવા પાટીદાર સમાજ એક મંચ પર બેઠક જોવા મળશે. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો એક મંચ પર આવતા ગુજરાતની રાજનીતિમાં મોટો સંયોગ પેદા થશે. 12 જૂનના દિવસે યોજાનારી આ બેઠકમાં લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનો હાજર રહેશે. આ બેઠક ખોડલધામ કાગવડ ખાતે સવારે 10 કલાકે યોજાશે. ગુજરાતમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલ વચ્ચે મહત્વની બેઠક છે.
બેઠકને લઈ રાજકીય માહોલ ગરમાયો
આ બેઠક મળવાના સમાચાર વહેતા થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. જેના પરથી મોટી રાજકીય ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જાન્યુઆરી 2021માં એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઊંઝા ઉમિયાધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એક જ મંચ પર આવ્યા હતા.
રાજકીય પક્ષોની બેઠકો વચ્ચે પાટીદારો પણ એકમંચ પર
ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો એક મંચ પર આવતા ગુજરાતની રાજનીતિમાં ઉથલ પાથલની શક્યતા છે. આ બેઠકમાં લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનો હાજર રહેશે. આ બેઠક ખોડલધામ કાગવડ ખાતે સવારે 10 કલાકે યોજાશે. ગુજરાતમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલ વચ્ચે મહત્વની બેઠક છે.
નરેશ પટેલે કહ્યું હતું રાજકારણમાં પાટીદારોની નોંધ લેવાતી નથી
જાન્યુઆરી, 2021માં ઉંઝા ખાતે કડવા અને લેઉવા પાટીદાર સમાજ વચ્ચે બેઠક યોજાઈ હતી. ઉમિયાધામની મુલાકાત દરમિયાન નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, રાજકીય અને સામાજિક બાબતોમાં જ્યારે પાટીદાર સમાજની નોંધ લેવામાં આવતી નથી. જીડીપી વધારી શકે તેવી શક્તિ પાટીદાર સમાજમાં છે, ઉદ્યોગથી લઈને તમામ ક્ષેત્રમાં પાટીદાર ભાઈઓ છે. લેઉવા અને કડવા પાટીદાર સમાજ ક્યારેય અલગ રહ્યો નથી, બન્ને સાથે મળીને શૈક્ષણિક અને સમાજના ઉત્થાન માટેના કાર્યો કરી રહ્યાં છે. સમાજના યુવાઓને જ્યારે પણ જરૂર પડી ત્યારે ઉંઝા અને કાગવડ હંમેશા તેમની પડખે રહ્યાં છે.
બેઠકમાં ઉપસ્થિત રહેનાર
- નરેશ પટેલ
- મથુર સવાણી, સુરત
- લવજી બાદશાહ, સુરત
- જયરામ પટેલ, સીદસર મંદિર
- દિલીપ નેતા , ઊંઝા મંદિર
- વાસુદેવ પટેલ, સોલા ઉમિયા કેમ્પસ
- રમેશ દૂધવાળા, સોલા ઉમિયા કેમ્પસ
- આર.વી પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
- ગગજી સુતરીયા, સરદાર ધામ
- દિનેશ કુંભાણી, ખોડલધામ ટ્રસ્ટી