ગુજરાતના નવા DGPની વરણી માટે રાજ્યના ચીફ સેક્રેટરી અને એડિશનલ સેક્રેટરી દિલ્હી ખાતે મિટિંગમાં આજે હાજર રહેશે

0
303

અમદાવાદ. રાજ્યના પોલીસ વડા (DGP) શિવાનંદ ઝા 31 એપ્રિલે વયમર્યાદાને કારણે નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળતાં તેમની મુદત હવે 31 જુલાઈએ પૂરી થઈ રહી છે. ત્યારે રાજ્યના નવા પોલીસ વડાની વરણી માટે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ અને એડિશનલ સેક્રેટરી ગૃહ વિભાગ નિખિલ ભટૃ UPSC ભવન દિલ્હી ખાતે શુક્રવારે 11: 30 વાગ્યે મિટિંગમાં હાજર રહેશે.

સિનિયોરિટી મુજબ અસ્થાના અથવા આશિષ ભાટિયાની શક્યતા
સિનિયોરિટી મુજબ રાકેશ અસ્થાના, એ. કે. સિંઘ અને ત્યાર બાદ આશિષ ભાટિયા આવે છે. સિંઘ ડેપ્યુટેશન પર દિલ્હીમાં છે અને સપ્ટેમ્બર 2020માં નિવૃત્ત થશે. આથી તેમને 2 મહિના માટે ગુજરાત લવાય તેવી સંભાવના નથી. જ્યારે આશિષ ભાટિયા કરતાં અસ્થાના સિનિયર હોવાથી તેમની શક્યતા પ્રબળ છે.