ગોંડલમાં સોમવારથી કોવિડ-19ની હોસ્પિટલ શરૂ થશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ મોતનો આંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં આજે 11 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. જેમાં 9 લોકોના સિવિલ હોસ્પિટલમાં અને 1 વ્યક્તિનુ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવની સંખ્યા 1120 થઈ છે. જ્યારે જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 1700ને પાર પહોંચી ગયો છે.
ક્રમ | નામ | ઉં.વ. | સ્થળ |
1 | દિનેશભાઈ જાદવ | 35 | રાજકોટ |
2 | જયસુખભાઈ કોટક | 60 | રાજકોટ |
3 | વલ્લભભાઈ સરવૈયા | 72 | રાજકોટ |
4 | હુશેનાબેન ચૌહાણ | 57 | રાજકોટ |
5 | જુબેદાબેન હારૂનભાઈ | 62 | રાજકોટ |
6 | રજનીકાંત હરજીવનદાસ | 57 | વઢવાણ |
7 | ગિરધરભાઈ લખતરીયા | 68 | ગોંડલ |
8 | ભીખુભાઈ સેંજલીયા | 67 | ગોંડલ |
9 | રળીયાતબેન વેકરીયા | 65 | જસદણ |
10 | કાંતિભાઈ અઘેરા | 54 | રાજકોટ |
11 | જેઠાભાઈ પરમાર | 55 | રાજકોટ |
ગોંડલમાં સોમવારથી કોવિડ-19 હોસ્પિટલ શરૂ થઇ જશે
ગોંડલમાં કોરોના વિકરાળ બની રહ્યો છે અત્યાર સુધીમાં કુલ 154 કોરોના પોઝીટીવ કેસ બહાર આવ્યાં છે અને 7 દર્દીનાં મોત થયાં છે.ત્યારે કલેકટર, પ્રભારી સચીવ, જીલ્લા વિકાસ અધિકારી સહિતની ટીમ ગોંડલ દોડી ગઇ હતી અને કોરોનાને કાબૂમાં લેવાં એકશન પ્લાન તૈયાર કરી આગામી સોમવારથી શરૂ થનાર કોવીડ સેન્ટરની મુલાકાત લઇ નિષ્ણાંત તબીબો સાથે ચર્ચા કરી હતી. ખટારા સ્ટેન્ડ પાસે આવેલ સાયન્સ સેન્ટર ભવનમાં અંદાજે 48 બેડની હોસ્પિટલ સોમવારથી શરૂ થનાર હોવાનું પ્રાંત અધિકારી રાજેશ આલ દ્વારા જણાવાયું છે.