કોરાનાની સ્થિતિમાં વ્યા પ્રમાણમાં ખોટા મેસેજ અને વીડિય સોશિયલ મીડિયા ઉપર વહેતા થયા છે, ખુદ ડીજીપ શિવાનંદ ઝાએ સામાજીક સમરસતા દુષ થાય તેવા મેસેજ વહેતા કરનાર સામે પોલી કાર્યવાહી કરવાની ચીમકી આપી છે, પ અમદાવાદ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ દ્વાર અમદાવાદના તમામ પોલીસ સ્ટેશન્સ અને વિવ બ્રાન્ચોને એક એલર્ટ મેસેજ મોકલી પોતાન વિસ્તારમાં તકેદારી રાખવા તાકીદ કરી હતી, પ આ મેસેજનું ડ્રાફટીંગ અત્યંત નબળુ હતું, પહેલી નજરે મેસેજ વાંચનારને તેવો ભ્રમ થતો હતો કે ખુદ પોલીસ મુસ્લિમને શંકાની નજરે જોઈ રહી છે. અમદાવાદ પોલીસના નબળા ગુજરાત ડ્રાફટીંગને કારણે લોકોમાં ફેલાઈ ગેરસમજ, જાણો શું થયું
EDITOR UPDATED 4 DAYS AGO
દિલ્હીમાં મળેલી જમાતની ઘટના બાદ કેટલાંક કટ્ટરપંથી હિન્દુઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર દુષપ્રચાર શરૂ કર્યો હતો કે, મુસ્લિમો કાવત્રાના ભાગ રૂપે શહેરમાં ફરી રહ્યા છે, તેઓ શાકભાજી વેચવાના ઈરાદે તમારે તમારા વિસ્તારમાં આવશે અને થુંકવાની પ્રવૃત્તી કરશે જેથી તમે કોરોનાનો ભોગ બનો તેની તકેદારી રાખશો કે તમારા વિસ્તારમાં કોઈ મુસ્લિમ શાક વેચવા આવે તો શાક ખરીદશો નહીં.
આ પ્રકારના વોટસઅપ મેસેજ અમદાવાદ પોલીસના ધ્યાનમાં આવતા સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા તમામ પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચને તાકીદ કરી છે કે આ પ્રકારના મેસેજના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાય નહીં તેની તકેદારી રાખવી. પણ આ મેસેજનું ડ્રાફટીંગ કરનાર અધિકારીએ વોટસઅપ મેસેજ અક્ષરસહ ટાંકી મેસેજ કર્યો હતો અને પોલીસનો આંતરિક સંદેશો સોશિયલ મીડીયા સુધી પહોંચતા સામાન્ય લોકો માનવા લાગ્યા કે ખુદ પોલીસ મુસ્લિમો અંગે શંકા વ્યકત કરી રહી છે.
પોલીસના આંતરિક સંદેશાની કોપી પણ સોશિયલ મીડીયામાં વહેતી થઈ અને અનેક લોકોએ સંદેશો પોલીસ અધિકારીઓ અને પત્રકારોને મોકલી પ્રશ્ન કર્યો હતો કે ખરેખર ખુદ પોલીસ મુસ્લિમો માટે આવું માને છે, આમ પોલીસે તકેદારી માટે આપેલા સંદેશાને કારણે લોકોમાં ગેરસમજ ફેલાઈ હતી. આ સંદર્ભે સ્પેશિયલ બ્રાન્ચના અધિકારી સાથે વાત કરતા તેમણે સ્પષ્ટતા કરી હતી કે, પહેલા તો આ પોલીસનો આંતરિક સંદેશો છે, બીજું કે સોશિયલ મીડિયામાં થઈ રહેલા ખોટા પ્રચારાને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તેની તકેદારી રાખવા જણાવ્યું છે.