ડેડિયાપાડા PSIના વિદાય પ્રસંગે મહિલા કોન્સ્ટેબલની આંખમાંથી આંસુ સરી પડ્યાં

0
3753
  • નર્મદા જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના 5 PSIની આંતરિક બદલીઓ કરી

નર્મદા જિલ્લામાં આંતરિક બદલી થતા PSIના વિદાય સમારંભના કાર્યક્રમ વેળા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. આ ઘટના પોલીસ અધિકારી સ્ટાફના દરેક પોલીસ કર્મીઓને પોતાના પરિવારના સભ્ય તરીકે રાખતા હોવાનું સાબિત કરે છે.

નર્મદા જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના 5 PSIની આંતરિક બદલીઓ કરી હતી. જેમા ગરુડેશ્વર PSI એ.એસ.વસાવાને આમલેથા, આમલેથા PSI સુ.શ્રી એસ.ડી.પટેલને કેવડિયા ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં, કેવડિયા ટ્રાફિક શાખાના PSI એમ.આઇ.શેખને ગરુડેશ્વર તો ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના PSI એ.આર.ડામોરને કેવડિયા ટ્રાફિક પોલીસ મથકે મુકાયા છે. રાજપીપળા SOG સેકન્ડ PSI સુ શ્રી એચ.વી.તડવીને ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે.દરમિયાન ડેડીયાપાડા PSI એ.આર.ડામોરનો પોલીસ સ્ટાફના લોકોએ વિદાય સમારંભ રાખ્યો હતો.

દરમિયાન મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુલોચનાબેનની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે ડેડીયાપાડા પોલિસ મથકમાં ફરજ બજાવતા PSI એ.આર.ડામોરની બદલી થતા કર્મીઓ બદલી થતા નિરાશ થયા હતા.