- સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 569 દર્દીઓ ગંભીર
- કોરોના પોઝિટિવ પૈકી કુલ 34 દર્દી વેન્ટિલેટર પર છે
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 13,379 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 586 થયો છે. ગત રોજ શહેરમાં 194 અને જિલ્લામાં 56 દર્દીઓ સાથે શહેર જિલ્લામાં 250 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 9136 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.
સિવિલમાં 480 અને સ્મીમેરમાં 199 દર્દીઓ ગંભીર
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનામાં 586 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 480 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 419 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 16-વેન્ટિલેટર, 43-બાઈપેપ અને 360 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 199 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 150 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 18-વેન્ટિલેટર, 29-બાઈપેપ અને 103 દર્દીઓ ઓક્સિજન પર છે.