ગાંધીનગર આજે રાજ્યને નવા પોલીસવડા મળશે, આશિષ ભાટિયાનું નામ સૌથી ઉપર, દિલ્હીથી જાહેરાત થઈ શકે છે

0
329
  • શિવાનંદ ઝાનો ત્રણ મહિનાનો એક્સટેન્શન સમય આજે પૂરો થશે
  • અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કેશવકુમાર અથવા સંજય શ્રીવાસ્તવનું નામ ચર્ચામાં

 રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાનો ત્રણ મહિના અગાઉ પૂર્ણ થતાં તેઓ વયનિવૃત્ત થયા હતા, પરંતુ સરકારે કોરોનાની મહામારીમાં લોકડાઉનને કારણે તેઓને એક્સટેન્શન આપ્યું હતું. આજે ત્રણ મહિના પુરા થતાં રાજ્યના નવા પોલીસવડાની જાહેરાત થશે. પોલીસવડા તરીકે આશિષ ભાટિયાનું નામ સૌથી ઉપર ચાલી રહ્યું છે.

CS મુકીમ દિલ્હી UPSC મિટિંગમાં હાજર રહેશે
આશિષ ભાટિયા પોલીસવડા બને તો અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કેશવકુમાર અથવા સંજય શ્રીવાસ્તવને મુકવામાં આવી શકે છે. રાજ્યના નવા પોલીસવડાની વરણી માટે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ અને ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરી નિખિલ ભટૃ UPSC દિલ્હી ખાતે આજે સવારે 11.30 વાગ્યે મિટિંગમાં હાજર રહેશે. દિલ્હીથી રાજ્યના પોલીસવડા અંગે જાહેરાત થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here