મુસ્લિમ અગ્રણીઓ પણ રહ્યા ઉપસ્થિત
હાલ કોરોના ની મહા મારી ચાલી રહી છે અને કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે જેને ધ્યાન માં લઇ અને આગામી દિવસ માં મુસ્લિમો નું પવિત્ર તહેવાર
બકરી ઈદ આવી રહી છે જેના અનુસંધાન ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે ધોરાજી ના પોલીસ ઇન્સ્પેકટર હુકુમત સિહ જાડેજા દ્વારા મુસ્લિમો ના પવિત્ર તહેવાર બકરી ઈદ ની ઉજવણી કરવા ને અનુલક્ષી બેઠક યોજાઇ હતી આં બેઠક માં ધોરાજી ના પોલીસ ઇન્સ્પેકટર હુકુમત સિહ જાડેજા પી એસ આઈ શૈલેષ વસાવા અને પી એસ આઈ નયના બેન કદા વાલા સહિત પોલીસ અધિકારીઓ અને ધોરાજી મુસ્લિમ સમાજ ના આલીમ એ દિન સહિત મુસ્લિમ આગેવાન હાજી ઇબ્રાહિમ ભાઈ કુરેશી અનવર શાહ

(અન્નું બાપુ રફઈ) અંજુમન એ ઇસ્લામ મેમણ મોટી જમાત ના પ્રમુખ અફરોજ ભાઈ લકડ કુ ટાં પૂર્વ નગર પતી કાસમ ભાઈ કુરેશી સહિત ના ઉપસ્થિત રહ્યા હતા ધોરાજી મુસ્લિમ ઓલમાં અને મુસ્લિમ આગેવાનો દ્વારા બકરી ઈદ ની સાદગી પૂર્વક ઉજવણી કરવા અને તંત્ર ને સહકાર આપવા નિર્ણય કરવામાં આવેલ હતો
મુસ્લિમો ઈદ ની ઉજવણી ખુબજ સાદગી પૂર્વક અને સરકાર શ્રી ની ગાઈડ લાઇન મુજબ કરશે અને ખાસ કરી અને મુસ્લિમો સોશિયલ ડિસ્ટર્ન્સ નું પાલન કરશે અને માસ્ક સહિત સેનીતાઇઝ નો ઉપયોગ કરશે અને કોઈ પણ જગ્યા એ વધુ પ્રમાણ માં લોકો એકઠા નહિ થાઈ જે બાબતે મુસ્લિમો દ્વારા ખાત્રી આવામાં આવી હતી અને ધોરાજી ખાતે ઈદ ના દિવસે ઈદ ની નમાજ ઈદ ગાહ પર નહિ થાઈ એવી મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ અને સલીમ એ દિન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી
અહેવાલ:- હુસેન કુરેશી ,ધોરાજી