કોરોનાને મ્હાત આપવા માટે કેજરીવાલે બનાવ્યો 5-T પ્લાન, જાણો તેના વિશે

0
1054

દિલ્લીમાં કોરોનાને રોકવા માટે કેજરીવાલ સરકારે 5 ટી પ્લાન બનાવ્યો છે. પ્રેસ કૉન્ફરન્સ કરીને કેજરીવાલે કહ્યુ કે જો તમે સૂતા રહ્યા તો કોરોના તમને મ્હાત આપી દેશે. તેમણે પોતાના 5 ટી પ્લાન વિશે પણ જણાવ્યુ. આ છે એ 5 ટી પ્લાન ટેસ્ટિંગ ટ્રેસિંગ ટ્રીટમેન્ટ ટીમ વર્ક ટ્રેકિંગ અને મૉનિટરીંગ ટેસ્ટિંગ વિશે કેજરીવાલે કહ્યુ કે શુક્રવારથી અમે કોરોના વાયરસનુ રેપિડ ટેસ્ટ કરીશુ. અમે અચાનક ક્યાંય પણ જઈને ટેસ્ટ કરીશુ. આવતા અમુક દિવસોમાં એક લાખ ટેસ્ટ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર પાસેથી અમને શુક્રવાર સુધીમાં ટેસ્ટિંગ માટે કિટ મળી જશે. વળી, ટ્રેસિંગ વિશે જણાવતા અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જે પોતાના ઘરોમાં કવૉરંટાઈનછે તેમના વિશે અમે પોલિસની મદદથી એવા લોકો વિશે જાણીશુ જે ક્વૉરંટાઈનમાં નિયમુ પાલન કરી રહ્યા છે કે નહિ.

આ ઉપરાંત ટ્રીટમેન્ટ પ્લાન વિશે કેજરીવાલે શું કહ્યુ અત્યાર સુધી 526 કોરોના કેસ આવ્યા છે. કુલ 3000 બેડ તૈયાર કરી લેવામાં આવ્યા છે જેમાં માત્ર કોરોનાના દર્દીઓને જ રાખવામાં આવશે. જે પણ કોરાના પીડિત હશે તેમને ઈલાજ કરવામાં આવશે. અમે જે યોજના બનાવી છે તેમાં 30,000 સુધી દર્દી થઈ જાય તો પણ અરી પાસે પૂરતી વ્યવસ્થા છે. 12,000 હોટલના રૂમ ટેક ઓવર કરવામાં આવશે. 2450 બેડ સરકારી હોસ્પિટલમાં છે જ્યારે બાકી બચેલા બેડ ખાનગી હોસ્પિટલો માટે લેવામાં આવ્યા છે.

ટીમ વર્ક વિશે જણાવતા કેજરીવાલે કહ્યુ કે કોઈ પણ એકલા કોરોના સામે લડીને જંગ નથી જીતી શકતુ. એવામાં ટીમ વર્ક સાથે કામ કરવુ પડશે. આપણે એકબીજા પાસેથી શીખીને પણ કામ કરી શકીએ છીએ. આપણે ડૉક્ટરો અને નર્સોની સુરક્ષા કરવી પડશે. તે રીતે ટ્રેકિંગ અને મૉનિટરિંગ વિશે સીએમ કેજરીવાલે કહ્યુ કે યોજનાનુ ક્રિયાન્યવયન કેવી રીતે થઈ રહ્યુ છે તેનુ ટ્રેકિંગ અને મૉનિટરીંગ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here