આજથી સોનામાં BIS માપદંડ પ્રમાણેનું હોલમાર્કિંગ ફરજિયાત

0
152
  • પ્રારંભમાં દેશના 256 જિલ્લામાં તબક્કાવાર અમલ થશે
  • 1 સપ્ટે. સુધી પેનલ્ટીમાંથી મુક્તિ, ઘડિયાળ-પેન BISમાંથી મુક્ત

દેશભરમાં 16 જૂનથી સોનાના દાગીના પર BIS માપદંડ પ્રમાણે હૉલમાર્ક ફરજિયાત થઈ જશે. તબક્કાવાર રીતે 256 જિલ્લાઓમાં તેનો અમલ કરાશે. ગ્રાહકોની બાબતના વિભાગના મંત્રી પીયૂષ ગોયલ અને જ્વેલર્સ વચ્ચે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

ઓગસ્ટ 2021 સુધી હાલના તબક્કે કોઈ પેનલ્ટી વસૂલ કરાશે નહીં. ઉદ્યોગ દ્વારા રજૂ કરાયેલી ચિંતા અંગે સરકારે સહાનુભૂિતપૂર્વક વિચારણા કરી છે અને તેનો ઉકેલ આવી જશે. વાર્ષિક 40 લાખ સુધીનું ટર્નઅોવર ધરાવનારને હોલમાર્કિંગમાંથી મુક્તિ અપાઈ છે. 256 જિલ્લામાં જ્વેલર્સ 14, 18 અને 22 કેરેટના સોનાના ઝવેરાતનું વેચાણ કરી શકશે. ઘડિયાળ, ફાઉન્ટેન પેન અને વિશેષ પ્રકારની જ્વેલરીને હોલમાર્કિંગમાંથી મુક્તિ અપાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here