સુરેન્દ્રનગરમાં દલિતોના મકાન અમુક શખ્સોએ પાડી નાખ્યા હોવાની રાવ

0
288

સુરેન્દ્રનગર જિલ્લાના દલિત સમાજ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવીને જિલ્લા કલેકટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ રજૂઆતમાં સુરેન્દ્રનગર જિલ્લાના મજેઠી ગામમાં થોડા સમય પહેલા દલિત સમાજના પરિવારના અનેક મકાનો અમુક ઇસમો દ્વારા પાડી દેવામાં આવ્યા હતા ત્યારે આ બાબતની ફરિયાદ મજેઠી ગામના દલિત સમાજના પરિવારો દ્વારા નોંધાવવામાં આવી હતી. તે છતાં પણ હજુ સુધી આ ઈસમોની ધરપકડ અને કાયદેસરની કાર્યવાહી નહી કરવામાં આવતા આજે સુરેન્દ્રનગર જિલ્લાના દલિત સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટર અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી અને આ ઇસમોને ઝડપી ઝડપી પકડી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે માંગ કરવામાં આવી હતી.. ત્યારે દલિત અધિકાર મંચના સંયોજક કિરીટભાઈ રાઠોડ,મયુરભાઈ પાટડીયા સહીત દલિતો આગેવાનો આ આવેદનમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here