વિવિધ શૈક્ષણિક સંઘ આયોજિત કરણસિંહજી હાઇસ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ સંપન્ન

0
269

જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી કચેરી અને વિવિધ શૈક્ષણિક સંઘના સંયુકત ઉપક્રમે તા.૩૦ અને ૩૧ ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. કોરોના મહામારીના વિકટ સમયે જ‚રીયાતવાળા વ્યકિતને સહેલાઇથી બ્લડ મળી રહે તેવા હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરાયું છે.

બે દિવસીય કેમ્પ અંતર્ગત આજે કરણસિંહજી હાઇસ્કુલ શાળા કેમ્પસ ખાતે સરકારી પ્રાથમીક માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળા પરિવાર માટે કેમ્પ યોજાયો હતો. જયારે આવતીકાલે સવારે ૮ કલાકે સ્વામીનારાયણ ગુરુકુળ ગોંડલ રોડ ખાતે અનુદાનિત પ્રાથમીક, માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળા પરિવાર માટે કેમ્પ યોજાશે. આજરોજ કેમ્પને ખુલ્લો મુકતી વેળાએ અધિકારીઓ- પદાધિકારીઓ શિક્ષકો ઉ૫સ્થિત રહ્યા હતા.

રકતદાન કરવા ઇચ્છુક રકતદાતાઓને નોંધણી કરાવવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here