- કંપનીના પ્લાન્ટમાં કેમિકલ લીકેજને કારણે કામદારોમાં દોડધામ મચી ગઇ હતી
- ગંભીર રીતે દાઝી ગયેલા કામદારોને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDCમાં આવેલી DCM શ્રીરામ કંપનીના એલ્યુમિનિયમ ક્લોરાઈડ પ્લાન્ટમાં આજે કેમિકલ લીકેજની ઘટના બની હતી. જેને પગલે પ્લાન્ટમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. ગેસ લીકેજની ઘટનામાં 7 કામદાર દાઝ્યા હતા. તમામ કામદારોને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને ઝઘડિયા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ભરૂચ જિલ્લાના ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ગેલ લીકેજની ઘટનાઓ વારંવાર બને છે
ઉલ્લેખનિય છે કે, ભરૂચ જિલ્લામાં આવેલા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ગેસ લીકેજની ઘટનાઓ વારંવાર બને છે. તેમ છતાં આ મામલે કોઇ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે કોઇ દુર્ઘટના બને ત્યારે કામદારોની સેફ્ટી સહિતના મુદ્દાઓની ચર્ચા થાય છે. જોકે આ મુદ્દે કોઇ નક્કર કાર્યવાહી હજી સુધી થઇ શકી નથી. જેને કારણે અત્યાર સુધીમાં અનેક કામદારો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે.