જામનગર મા કોરોના એ શ્રાવણ માસમાં રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યુ

0
383

આજે એક જ દિવસમા રેકોર્ડબ્રેક 33 કોરોના પોઝિટિવ કેસજામનગર મા કોરોના બેકાબૂ લોકલ સંક્રમણ વધ્યું.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે દર્દીઓએ દમ તોડયો : 24 કલાકમાં જામનગર શહેર-જિલ્લામાં કુલ 50 કેસ નોંધાયા

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જામનગર શહેરમાં આજે વધુ નવા 33 કેસ આવ્યા છે. છેલ્લા 3 માસથી વિશ્ર્વ આખામાં અજગરી ભરડો લેનારા કોરોના વાયરસ મહામારીમાં અસંખ્ય લોકો સંક્રમિત થયા છે. અને લાખો લોકોના મોત નિપજ્યા છે. જામનગર સહિત સમગ્ર ભારતમાં કોરોનાનું લોકલ સંક્રમણ વધતાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જામનગરમાં આજે 33 નવા કેસ સામે આવ્યા છે. જામનગર શહેર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 50 પોઝિટીવ કેસ આવતાં જામનગર શહેર જિલ્લામાં કોરોનાએ હડકંપ મચાવ્યો છે.

જામનગર શહેર અને જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના પોઝિટીવ કેસ વધી રહ્યા છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં કોરોનાના કેસ આવી ચુક્યા છે. જામનગર શહેરમાં આજે એક સાથે 33 નવા કેસ આવ્યા છે. જેમાં જામનગર શહેરના 54 વર્ષના પુરૂષ રણજીતનગર, 38 વર્ષના પુરૂષ 58 દિગ્વિજય પ્લોટ, 26 વર્ષનો યુવક 304 ગોકુલધામ એપાર્ટમેન્ટ, 62 વર્ષના વૃધ્ધ 3030 સપન રેસી., 36 વર્ષના સ્ત્રી મેહુલનગર, 31 વર્ષના સ્ત્રી રાજપાર્ક, 50 વર્ષના પુરૂષ સ્વસ્તિક સોસાયટી, 43 વર્ષના પુરૂષ ઓમકાર રેસીડેન્સી, 63 વર્ષના વૃધ્ધા જૈન મંદિર પાસે, 35 વર્ષના સ્ત્રી હીરજી મિસ્ત્રી રોડ, 35 વર્ષના પુરૂષ હીરજી મિસ્ત્રી રોડ, 45 વર્ષના પુરૂષ 78 રોડ નંબર 3 હાઉસ, 37 વર્ષના પુરૂષ નવનાથ ગેઇટ, 29 વર્ષના પુરૂષ હિંમતનગર, 22 વર્ષની યુવતી કડિયાવાડ કામબાઇ ફળી, 58 વર્ષના સ્ત્રી શેઠ કોલોની જેલ રોડ, 60 વર્ષના વૃધ્ધ શેઠ કોલોની જેલ રોડ, 55 વર્ષના પુરૂષ શંકર ટેકરી, 35 વર્ષના પુરૂષ શેઠ કોલોની જેલ રોડ, 56 વર્ષના પુરૂષ શાંતિ હારમોની, 44 વર્ષના મહિલા ખોડિયાર કોલોની, 11 વર્ષની બાળા 66 દિગ્વિજય પ્લોટ, 47 વર્ષના મહિલા ઓશવાળ કોલોની, 16 વર્ષની યુવતી ઓશવાળ કોલોની, 23 વર્ષની યુવતી 25 દિગ્વિજય પ્લોટ, 14 વર્ષની યુવતી 58 દિગ્વિજય પ્લોટ, 20 વર્ષનો યુવક શંકર ટેકરી, 73 વર્ષના વૃધ્ધ શ્રીનિવાસ કોલોની, 54 વર્ષના પુરૂષ કડિયાવાડ ટીંબાફળી શેરી નં.8, 82 વર્ષના વૃધ્ધ હર્ષદમીલની ચાલી પાસે, 60 વર્ષના વૃધ્ધ 54 દિગ્વિજય પ્લોટ, 72 વર્ષના વૃધ્ધ સ્વામીનારાયણ નગર, 22 વર્ષના યુવક હિંમતનગરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ ઉપરાંત જામનગરમાં જી.જી.હોસ્પિટલમાં બે દર્દીઓના મોત થયા છે.

જામનગર જિલ્લામાં ગઇકાલે 7 પોઝિટીવ કેસ આવ્યા હતા. જેમાં 55 વર્ષના મહિલા વેરાવળ રામપર, 29 વર્ષના મહિલા ભડનેસ વાડીવિસ્તાર, 42 વર્ષના મહિલા નાગપુર કાલાવડ, 69 વર્ષના વૃધ્ધ બોડકા, 64 વર્ષના વૃધ્ધ માણેકપર રોડ વાડી વિસ્તાર ધ્રોલ, 46 વર્ષના મહિલા ખરેડી, 48 વર્ષના પુરૂષ ખરેડી કાલાવડનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેમજ ગઇકાલે જામનગર શહેરમાં 36 વર્ષના પુરૂષ ગાયત્રી ચોક નવાગામ ઘેડ, 60 વર્ષના વૃધ્ધા શરૂ સેકશન રોડ, 25 વર્ષની યુવતી રાજનગર, 39 વર્ષના પુરૂષ હોટલ હારમોની, 70 વર્ષના વૃધ્ધા 58 દિગ્વિજય પ્લોટનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
જામનગર શહેર અને જિલ્લામાં સતત વધી રહેલા લોકલ સંક્રમણને કારણે કોરોના પોઝિટીવના આંકડા સતત વધી રહ્યા છે. દિવસે ને દિવસે કોરોના પોઝિટીવ કેસની સંખ્યા વધી રહી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને ઘરની બહાર ન નિકળવા સતત અપીલ કરવામાં આવી છે. જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 50 જેટલા કેસ આવતાં તમામ પોઝિટીવ આવેલા દર્દીઓના રહેણાંક અને આજુબાજુના વિસ્તારો સિલ કરવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરી છે.

અહેવાલ:- સાગર સંઘાણી ,જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here