પોલીસની સૂચના હોવા છતાં લોકોએ મૂર્તિઓના ઢગલા કર્યા
રાજકોટ. દશામાનું વ્રત પૂર્ણ થયા બાદ લોકો ડેમ, નદી-નાળા પાસે મૂર્તિઓ મૂકીને જતા રહ્યા છે. ભાવનગરમાં બોરબળાવમાં મોડી રાતે લોકો દશામાની મૂર્તિ પધરાવી ગયા હતા. જ્યારે રાજકોટમાં આજી ડેમ પાસે લોકોએ મૂર્તિઓના ઢગલા કરી દીધા છે. ડેમ કે નદીઓમાં વિસર્જન કરવાની મનાઈ હોવા છતાં લોકોએ નિયમોનો ઊલાળિયો કરીને અને ભગવાનનું પણ સન્માન રાખ્યા વગર મૂર્તીઓનો ઢગલો કરી દીધો હતો. આમ વ્રત કરનાર બહેનોએ નિયમોનો ઊલાળિયો કરીને મૂર્તિઓ પાણીમાં પધરાવી હતી.
ભાવનગરમાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં બહેનોએ મૂર્તિ પધરાવી
ભાવનગરના બોરતળાવમાં મોડી રાતે લોકો દશામાની મૂર્તિ પધરાવી ગયા હતા. રાત્રીના સમયે કર્ફ્યુનો અમલ હોવા છતાં અને પોલીસ બંદોબસ્ત હોવા છતાં મોટી સંખ્યામાં લોકો બોરતળાવ સુધી પહોંચી ગયા હતા અને મૂર્તીઓ પધરાવી ગયા હતા. જેથી પોલીસ બંદોબસ્ત સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દશામાંની માટીની મૂર્તિ લઈને વ્રત કરનાર બહેનોએ પૂજા પાઠ કરી ઘરે જ વિસર્જન કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેમ છતાં વ્રત કરનાર બહેનો કર્ફ્યુ વચ્ચે મોડી રાતે બોરતળાવ સુધી પહોંચી ગઈ હતી અને મૂર્તીઓનું વિસર્જન કર્યું હતું. હાલ તો મનપા ટીમ સવારથી પાણીમાં રહેલી મૂર્તિઓ, ફુલ, ચુંદડી સહિતની વસ્તુઓ બહાર કાઢી પાણીની સફાઈ કરી રહી છે.