સુરત આયુર્વેદિક ડોક્ટરે ઇમ્યુનિટી બુસ્ટ માટે ઓર્ગેનિક મીઠાઈઓ બનાવી, મહારાષ્ટ્ર સુધી ડિલિવરી કરે છે

0
481
  • કોરોનાની મહામારીમાં ટ્રાન્સપોર્ટેશન સમસ્યા હોવાથી માત્ર મહારાષ્ટ્ર સુધી જ ડિલિવરી
  • કોરોનાના ઇન્ફેક્શન સામે રક્ષણ આપવા મદદરૂપ થવા સાથે ઇમ્યુનિટી પણ વધારે છે

સુરત ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનને પણ કોરોના વાઇરસની અસર થઈ છે. રક્ષાબંધન પૂર્વે રાખડીઓ અને મીઠાઈઓના બજારમાં મંદીની અસર દેખાય છે. આવા સમયમાં સુરતના એક આયુર્વેદિક ડોક્ટરે ઇમ્યુનિટી બુસ્ટ માટે ઓર્ગેનિક મીઠાઈઓ બનાવતા સુરતીઓમાં મીઠી ખુશીનો માહોલ ઉભો થયો છે. આ મીઠાઈઓ મહારાષ્ટ્ર સુધી ડિલિવરી પણ કરવામાં આવે છે.

ઇન્ફેક્શન સામે રક્ષણ આપવા મદદરૂપ થવા સાથે ઇમ્યુનિટી વધારે
હની મસ્તી મીઠાઈના નામથી ઓળખાતી આ મીઠાઈ કોરોના વાઇરસની પરિસ્થિતિમાં ઇમ્યુનિટીમાં વધારો કરે છે. જેમાં કુદરતી ઝીંક, ગિલોઈ સત્વ, ઇન્ફેક્શન સામે રક્ષણ આપવા મદદરૂપ થવા સાથે ઇમ્યુનિટી વધારે છે. સરગવાનું મધ જે પોષકતત્વથી ભરપૂર હોય છે એ પણ ઇમ્યુનિટી વધારે છે. આ સ્વીટનો બેઝ ગીર ગાયના ઘીમાંથી બનાવવામાં આવે છે. નેચરલ સ્વીટનેશ માટે અંજીર, પામ કેન્ડી અને સરગવાના મધનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે આયુર્વેદની ઔષધિઓ સુંઠ, મરી, પીપળી મુલ, વચા, અબરખ ભષ્મ, યષદ ભસ્મ, નેચરલ કેલ્શિયમ અને આયર્ન મિશ્રણ પણ કરવામાં આવે છે.

મીઠાઈની મહારાષ્ટ્ર સુધી ડિલિવરી
ડો. મીરા સાપરિયા(MD આયુર્વેદ)એ જણાવ્યું હતું કે, બજારમાં આ મીઠાઈના સ્વાદ બાદ 125થી વધુ લોકોને ઓર્ડરથી મીઠાઈ બનાવી આપવામાં આવી છે. સુરત અને સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, US જેવા દેશ-વિદેશ સુધી આ મીઠાઈની માંગ વધી છે. પરંતુ કોરોનાની મહામારીમાં ટ્રાન્સપોર્ટેશન સમસ્યા હોવાથી માત્ર મહારાષ્ટ્ર સુધી જ ડિલિવરી થઈ રહી છે. આ મીઠાઈ આયુષ મંત્રાલયના નિયમોને ધ્યાને રાખી બનાવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here