નવી દિલ્હીઃ 180થી વધુ દેશ કોરોના વાયરસના લપેટામાં આવી ગયા છે. દુનિયાભરમાં 13,48,184 લોકો કોરોનાના લપેટામાં આવી ગયા છે. અમેરિકાની હાલત સૌથી વધુ ખરાબ છે, જયાં કોરોના સંક્રમણથી મરનારાઓની સંખ્યા 10 હજારને પાર પહોંચી ગઈ છે. બગડતા હાલાતને જોતા અમેરિકાએ ભારત પાસે મદદ માંગી છે અને હાઈડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) દવાની સપ્લાયનો આગ્રહ કર્યો છે. વિદેશ મંત્રાલયે કોરોના વાયરસના ઈલાજમાં પ્રભાવી મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનના એક્સપોર્ટ પર પ્રતિબંધ હટાવવાનું વિચારી રહી છે. અમેરિકી પ્રેસિડેન્ટના કારણે ફરી એકવાર આ દવા ચર્ચામાં આવી ગઈ ચે. પ્રેસિડેન્ટ ટ્રમ્પે ચેતવણી આપતા હ્યું હતું કે ભારત હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની સપ્લાય નથી કરતું તો પરિણામ ભોગવવું પડશે. એવામાં સમજવું જરૂરી છે કે આખરે આ હાઈડ્રોક્સીક્લોરોક્વીન મેડિસિન શું છે? દુનિયાભરના દેશમા તેની ડિમાંડ કેમ વધી રહી છે? ભારતે તેના એક્સપોર્ટ પર રોક કેમ લગાવી છે? અને ખરેખર આ દવા કોરોના રોકવા માટે કારગર છે? આવો આ વિશે વિસ્તૃત જાણીએ…

હાઈડ્રોક્સીક્લોરોક્વીન શું છે ? અમેરિકા સહિત દુનિયાભરના 30 દેશોએ ભારતથી હાઈડ્રોક્સીક્લોરોક્વીન મેડિસિનની ડિમાંડ કરી છે. અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મુજબ આ દવા કોરોના સામે લડવામાં કારગર છે. ભારત આ દવાનું પ્રમુખ ઉત્પાદક છે. ભારતીય દવા કંપનીઓ મોટા સ્તરે હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું ઉત્પાદન કરે છે. આ દવાનો ઉપયોગ મલેરિયા જેવી ખતરનાક બીમારીથી લડવા માટે કરવામાં આવે છે. ભારતમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો મલેરિયાના લપેટામાં આવે છે, માટે ભારતીય દવા કંપનીઓ મોટા સ્તરે તેનું ઉત્પાદન કરે છે.
દુનિયાભરના દેશોમાં આ દવાની ડિમાંડ વધી અમેરિકા ભારત પર મેડિસિન માટે દબાણ બનાવવાની કોશિશ કરી રહ્યું છે. ભારતને ચેતવણી આપવામાં આવી રહી છે. દવાની સપ્લાય ના કરવા પર પરિણામ ભોગવવાની વાત કહી રહ્યું છે. જ્યારે દુનિયાભરના 30 દેશોએ ભારતથી આ મેડિસિનની ડિમાંડ કરી છે, જેમાં અમેરિકા, બ્રાઝીલ, જર્મની, સ્પેન વગેરે સામેલ છે. પોતાની જરૂરતોને જોતા ભારતે હાલ આ દવાના એક્સપોર્ટ પર રોક લગાવી રાખી છે. ભારત પાસે પોતાની જરૂરિયાત મુજબ સ્ટૉક છે અને આગામી દિવસોમાં વધતી માંગને જોતા ઉત્પાદન વધારવા પર પણ જોર આપવામાં આવી રહ્યું છે.

ભારત હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો સૌથી મોટો એક્સપોર્ટર દેશ જણાવી દઈએ કે ભારત હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, જો કે ભારતને આ મેડિસિન માટે ક્રૂડ ઓઈલ ચીનથી મળે છે. આગામી દિવસોમાં ભારતમાં આ મેડીસીનની ડિમાંડ વધશે. એવામાં એક્સપોર્ટને લઈ ભારત સમજી વિચારીને ફેસલો લઈ રહ્યું છે.
હાઈડ્રોક્સીક્લોરોક્વીનની સાઈડ ઈફેક્ટ કોઈપણ લક્ષણ દેખાયા વિના જ હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ કરવો યોગ્ય નથી. આ દવાની સાઈડ ઈફેક્ટની વાત કરીએ તો માથાનો દુખાવો, મક્કર આવવા, ભૂખ મરી જવી, પેટનો દુખાવો, ઉલટી થવી, ત્વચા પર લાલ ઢીમઠા ઉપડવા વગેરે સામેલ છે. આ દવાના ઓવરડોઝથી દર્દી બેભાન થઈ શકે છે.