અમરેલી જિલ્લાના સાવરકુંડલાના શાંતિનગરમાં 2 દિવસ પહેલા મુક્ત કરેલી સિંહણ ઉગ્ર બનતા વનવિભાગે ફરી પાંજરે પૂરી

0
267

સિંહણ ઉગ્ર બની સ્થાનિકો પર હુમલાનો પ્રયાસ કરતી હતી

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના શાંતિનગરમાં 2 દિવસ પહેલા એક સિંહણને મુક્ત કરવામાં આવી હતી. પરંતુ આ સિંહણ ઉગ્ર બનતા વનવિભાગે ફરી પાંજરે પૂરી છે. હડકવા ઉપડ્યાની આશંકાએ વનવિભાગે સિંહણને ખુબ મુશ્કેલી સાથે પાંજરે પૂરી હતી. હાલ તો સિંહણને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે.

હડકવા ઉપડ્યો હોવાની આશંકાએ વનવિભાગે પાંજરે પૂરી
સાવરકુંડલાના શાંતિનગરમાં 2 દિવસ પહેલા એક સિંહણને મુક્ત કરવામાં આવી હતી. પરંતુ આ સિંહણ સ્થાનિકો અને અન્ય પ્રાણી પર હુમલાનો પ્રયત્ન કરી દોટ લગાવી હતી. જેથી આ સિંહણ સ્થાનિકો પર હુમલો કરે તે પહેલા જ તેને પકડીને પાંજરે પૂરી છે. આ સિંહણને હડકવા ઉપડ્યો હોવાની આશંકાએ વનવિભાગે મહા મહેનતે સિંહણને પાંજરે પૂરી હતી.

સિંહણને ફરી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાઈ
સિંહપ્રેમી હિમાંશુ ભટ્ટના જણાવ્યા અનુસાર 2 દિવસ પહેલા રેસ્ક્યૂ કરવામાં આવેલી સિંહણને છોડવામાં આવી હતી. સિંહણને હડકવાનો રોગ છે. જેથી 1 મહિના પહેલા તેનું રેસ્ક્યૂ કરીને એનિમલ કેસ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેને દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી. સિંહણની તબિયત સુધરા પર આવતા 2 દિવસ પહેલા તેને શાંતિનગરમાં છોડવામાં આવી હતી. પરંતુ ફરી તે લોકો પર હુમલાનો પ્રયત્ન કરતા આજે તેને પાંજરે પૂરી એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here