રાજકોટના ઉપલેટામાં રાત્રે ભેદી ધડાકા, આકાશમાં લાઈટો થતા સર્જાયુ કુતૂહલ

    0
    666

    ઉપલેટા પંથકમાં આકાશમાં ભેદી ધડાકા થયા હતા. છ-સાત લાઈટો અચાનક જોવા મળી હતી અને અદ્શ્ય થઈ જતી હોવાનું જોવા મળ્યું છે. ભેદી ધડાકો થતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટા, જેતપુર અને ભાયાવદરમાં ભેદી ધડાકા થકા લોકોમાં કુતૂહલ સર્જાયું છે.

    આકાશમાં ભેદી ધડાકાને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઉપલેટા શહેર તથા સમગ્ર તાલુકામાં આકાશમાં અલગ પ્રકારનો નજારો જોવા મળ્યો છે.

    રાજકોટ જીલ્લાના ઉપલેટા, ધોરાજી તથા અન્ય ગામોમા અને શહેરોમાં આકાશમા જોવા મળેલ અનેરી ચમકતી લાઈટો. ઉપલેટા તેમજ ધોરાજી પંથકમાં થયો ભેડી ધડાકો. લોકોમા કુતુહલ સર્જાયું છે. ભેદી ધડાકો થયા બાદ આકાશમાં ચમકારા દેખાતા લોકોમા ભય જોવા મળ્યો હતો.