ભાવનગરમાં લોકડાઉનના 67 દિવસમાં 120 કેસ અને અનલોકના 60 દિવસમાં પોઝિટિવ આંક 10 ગણો વધ્યો, જિલ્લામાં 1356 કેસ નોંધાયા

0
277
  • જિલ્લા બહારથી આવતા લોકોના કારણે લોકલ સંક્રમણ વધ્યું
  • અનલોકના 60 દિવસમાં 1237 કેસ પોઝિટિવ નોંધાયા

 ભાવનગર જિલ્લામાં અનલોક શરૂ થયું ત્યારથી કોરોના પોઝિટિવનો આંક સતત વધી રહ્યો છે. લોકડાઉનના 60 દિવસમાં ભાવનગર જિલ્લામાં 120 કેસ નોંધાયા હતા. જ્યારે અનલોકના 60 દિવસમાં 10 ગણા કેસ વધ્યા છે. એટલે કે અનલોક દરમિયાન ભાવનગર જિલ્લામાં 1236 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી જિલ્લામાં કુલ 1356 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં 895 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો, 24 દર્દીના મોત નીપજ્યા અને 383 દર્દીઓ સારવાર હેઠળ છે. લોકડાઉન દરમિયાન કોરોના વાઈરસ કંટ્રોલમાં રહ્યો હતો અને અનલોક થતાં જ કોરોનાનો રાફડો ફાટ્યો છે.

અનલોકમાં કોરોનાએ જેટ ગતિ પકડી
1 જુને અનલોક થતાં જ કોરોનાએ જેટ ગતિ પકડી છે. જુન મહિનામાં 132 કેસ નોંધાયા જ્યારે જુલાઈના 30 દિવસમાં અધધ…. 1105 કેસ પોઝિટિવ નોંધાયા. લોકડાઉનના 67 દિવસમાં 120 કેસ નોંધાયા હતા. જેથી સામે અનલોકના 60 દિવસમાં અધધ.. 1237 કેસ પોઝિટિવ નોંધાયા. જિલ્લામાં અત્યાર સુધીમાં 1356 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગે જરૂરી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.

લોકડાઉનના 67 દિવસમાં 120 કેસ નોંધાયા
26 માર્ચે પ્રથમ કેસ ભાવનગર જિલ્લામાં નોંધાયો હતો અને માર્ચ મહિનામાં 6 એપ્રિલમાં 44 અને મે મહિનામાં 70 મળી 120 પોઝિટિવ કેસ 67 દિવસમાં નોંધાયા હતાં. લોકડાઉન જાહેર થયું એ દિવસોમાં અઢી લાખ ઉપરાંત લોકો અન્ય શહેરોમાંથી ખાસ કરીને સુરતથી પોતાના વતન ભાવનગર જિલ્લામાં આવ્યા હતાં. આ પરિસ્થિતિમાં પણ 31 મેના દિવસે માત્ર 10 જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવારમાં હેઠળ હતાં. એટલે લોકડાઉન સુધી ભાવનગર જિલ્લામાં કોરોના કંટ્રોલમાં હતો તેમ કહીં શકાય. જ્યારે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધીમાં 478 કેસ પોઝિટિવ નોંધાયા છે.

સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતા લોકોના કારણે સંક્રમણ વધ્યું
અનલોક દરમિયાન સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતા લોકોના કારણે જિલ્લામાં લોકલ સંક્રમણ વધ્યું છે. સુરત સહિતના શહેરોમાં ધંધો રોજગાર કરવા માટે ગયા તેમાંથી અને સુરત અમદાવાદ સહિત અન્ય શહેરોમાં બીમાર પડ્યા હોય કે કોરોનાની અસર હોય અને ભાવનગર જિલ્લામાં આવી ગયા હોય તેવા કેસો જિલ્લામાં આવતા સંક્રમણ વધ્યું છે. જેથી સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા સહિતના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here