રાજકોટ પાસે પુલના ડાયવઝનમાંથી કાર તણાઈ, સીટબેલ્ટ નખૂલતા ચાલકનું મોત

0
678

રાજકોટ – લોધિકા તાલુકાના રાવકી ગામની નદીમાં એક કાર તણાઈ જતા બે મહિલાનું રેસ્ક્યૂ
કરાયું છે જ્યારે પ્રૌઢ ચાલકનું મોત નીપજ્યાનો બનાવ બન્યો છે. આ પુલનું કામ છેલ્લા છ
મહિનાથી ચાલી રહ્યું છે અને ડાયવર્ઝનમાં કોઇ ચેતવણીના બોર્ડ માર્યા ન હતા જેથી કાર ત્યાંથી
પસાર થઈ હતી. સરપંચ ઈન્દુભા જાડેજા સહિતના ગ્રામજનો સ્થળ પર હતા અને તુરંત જ ત્રણ યુવાન પાણીમાં કૂઘા અને ખપારીથી પાછળનો કાચ તોડી મહિલાઓને બહાર કાઢી હતી. ચાલક સીટબેલ્ટ ન ખોલી શકતા નીકળી શક્યા ન હતા જેથી દાતરડાથી સીટબેલ્ટ કાપી બેશુદ્ધ હાલતમાં બહાર કાઢ્યા હતા. રાહદારી કિશન પટેલના જણાવ્યા મુજબ પ્રૌઢને ટ્રેક્ટરમાં હોસ્પિટલ લઇ જવાયા હતા. ઘટના 7 વાગ્યાની આસપાસ બની હતી.

તેજવહેણ હોવાથીમાંડ સીટબેલ્ટ સુધી પહોંચ્યા

નદીમાં પાણી આવ્યું હતું એટલે અમે ગ્રામજનો નદીએ જ ઊભા હતા ત્યાં કાર આવી એટલે અમે હાથ ઊંચ! કરી રોક્યા પજ ડ્રાઈવરે ગાડી હંકારી લીધી. નદીમાં જતા જ કાર પલટી ગઈ. સરપંચ દોડ્યા અર્ભીભાઈ દરબાર પાણીમાં ઉતર્યા. ડ્રાઈવર સીટવાળો ભાગ નીચે હતો ફર્સ્ટપર્સન એટલે પાછળનો કાચ તોડીને ભાવેશપરમા, ને મહિલાઓને અ રેસ્યૂકરનાર બહાર કાઢ્યા. ડ્રાઈવર મ સીટબેલટર ખોલી ન શકતા એટલે તેઓ ઉપર ન આવી શક્યા. પાણીનું વહેલ વધારે હતું અને ડહોળું હતું અંદર કશું જ દેખાતું ન હતું. મહામહેનતે ભાવેશ અને અભીભાઈર અંદર જઈને દાતરડાથી સીટબેલ્ટ કાપી ડઈવરને બહાર કાઢ્ય! અને ગ્રામજનોએ ખેંચીને બહાર લાવી હોસ્પિટલ ખસેડ્યા.