અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

0
225

અસહ્ય બફારા અને ગરમી વચ્ચે આજે અમરેલી અને ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે જ લોકોને ગરમીથી રાહત થઈ છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા ખેતરમાં ઉભા પાકને ફાયદો થશે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાય ગયા છે. બીજી તરફ આટકોટમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો.અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસ વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી શહેર અને કુંકાવાવ પંથકમાં વરસાદ વરસ્યો હતો.

લાઠી, દામનગર અને ગ્રામ્યમાં ભીંગરાળ, આસોદર સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીરપુર, માધુપુર, જીરા, ગઢીયા, સહિત આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here