રાજકોટના સી.પી.ની સી.આર. સાથે બધં બારણે બેઠક!

0
694

દક્ષિણ ગુજરાત તરફના એક ધારાસભ્યની મધ્યસ્થીથી મુલાકાત ગોઠવાઈ હોવાની ચર્ચા
મુલાકાત જોગાનુજોગ કે આવી રહેલા બદલીના રાઉન્ડમાં સુરત તરફ જવાની ઈચ્છા ધરાવતા હોયને તે માટે પાટીલને મળવા પહોંચ્યા હશે ? મુલાકાતમાં જો અને તો વચ્ચે ભારે સળવળાટ, સી.એમ.ની નજીક ગણાતા સી.પી.નું પ્રમુખને મળવું પણ બન્યો ચર્ચાસ્પદ મુદ્દો, સત્ય શું તે સૌ માટે બન્યો કોયડો


રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સરકારની ગૂડબૂકમાં છે તેઓ સરકારમાં ટેકનોસેવી આઈપીએસની અલગ છાપ ધરાવે છે. આવા સંજોગોમાં અચાનક જ રાજકોટ સી.પી. દ્રારા પ્રદેશ ભાજપ પ્રમુખ સાથે બધં બારણે બેઠક ગુફતેગુ થઈ હોવાની પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. અધિકારીના દરજે સરકારના ઉપરીઓને મળેકે પ્રધાનો સાથેની મુલાકાત થાય તો કદાચિત કોઈ સરકારી કામ સબબ અથવા તો પ્રોટોકોલ કે કોઈ મિટિંગ હશેને મળ્યા હશે એવું માની શકાય પરંતુ રાજકીય પક્ષના સંગઠનના વડાને મળવાનું કારણ શું હોઈ શકે ? તે મુદ્દો ભારે ચર્ચાની એરણે ચઢયો છે.


ઉચ્ચસ્તરીય ખાનગી સૂત્રોમાં ચાલી રહેલી કાનાફસીમાંથી મળેલી માહિતી મુજબ થોડા દિવસ પહેલા રાજકોટ પોલીસ કમિશનર પ્રદેશ ભાજપના મુખીયાને ગુપચૂપ રીતે મળીને ચાલ્યા ગયા હતા. પ્રદેશ મુખીયા સાથે મુલાકાત ગોઠવી દેવાની એ સાઈડના એક ધારાસભ્યએ ભૂમિકા ભજવી હોવાની પણ ચર્ચા છે.


સંગઠનના વડા અને સરકારી વિભાગના ઉચ્ચ અધિકારી વચ્ચે થયેલી મુલાકાત, ગુફતેગૂનું કારણ શું હોઈ શકે તેવી અંદરો અંદર છાનબીન ચાલી રહી છે. એક એવી પણ વાત ઉઠી રહી છે કે રાજકોટ સી.પી. મુખ્યમંત્રી કે તેમના નજીકનાઓની સાવ નજીક હોવાની છાપ છે. સી.પી. આંગળીના ટેરવે એપ્સ સહિતની ટેકનોસેવી ઈન્ટેલિજન્સી સાથે કામગીરી કરવા ટેવાયેલા છે અને રાજકોટ શહેર પોલીસને સી.પી.ની આ સાયબર ટેકનોલોજી પરની પકડ અને નોલેજનો પણ ભરપૂર લાભ થયો છે. વિવિધ એપ્સ થકી પોલીસ હવે ગુનેગારો સુધી સહેલાઈથી પહોંચી શકે છે. સી.એમ.ના શહેરના જ સી.પી. છે માટે કામ પર પણ પકડ રહેવી એટલી જ જરૂરી છે.


રાજકોટ સી.પી. સી.એમ.ની ગૂડબૂક કે નજીક હોવાની એક છાપ છે આવા સંજોગોમાં સી.પી.એ સંગઠનના વડાને મળવા દોડી જવું એ કઈં દિશા તરફનો નિર્દેશ છે તેવું પણ અન્યોમાં એક મૂંઝવણભર્યું કારણ બન્યું હશે.


પ્રદેશ સંગઠન વડા અગાઉ રાજકોટમાં ઘણી વખત આવી ચૂકયા  છે ત્યારે કદાચિત મળી શકયા હોત પરંતુ રાજકોટથી દૂર પ્રદેશ પ્રમુખના ગઢ તરફ મળવા જવા પાછળ કે મુલાકાત લેવા અંગેની અટકળો વધુ ગહેરી બની છે.


અધિકારીઓમાં પણ શાર્પ માઈન્ડેડ ઓફિસર તરીકે ઓળખાતા અગ્રવાલ દ્રારા કદાચિત આગામી દિવસોમાં આઈપીએસની બદલીઓ આવી રહી છે. આવા સંજોગોમાં પોતાને મનગમતા સ્થાન પર જવા માટે ખાસ બેઠક નહીં કરાઈ હોઈ ને ? એક એવી પણ વાત છે કે સી.પી. સી.એમ. સરકારની ગૂડબૂકમાં છે તો સંગઠન પાસે જવાનું કારણ પણ શું હોઈ શકે ?


સ્થાનિક પોલીસના વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે અમારા સાહેબ તો બદલીના નવા રાઉન્ડમાં સંભવત: સુરત શહેરના પોલીસ કમિશનર બને તો ના ન કહી શકાય. આવા સંજોગો અને ચર્ચાતી વાતોમાં જો સત્ય હોય તો જો સુરતના પોલીસ કમિશનર બનવું ત્યાંના સ્થાનિક નેતાઓનો વિશ્ર્વાસ જીતવો કે રાજીપો મેળવવો એટલો જ અગત્યનો છે, જો સ્થાનિક નેતાઓ સહમત ન હોય તો કદાચિત ગાંધીનગરથી જ લીલીઝંડી મળી ન શકે.


તો શું નવા પોસ્ટિંગમાં સુરતનું સ્થાન મેળવવા માટે સુરત બેલ્ટમાં જબરો દબદબો ધરાવતા પ્રદેશ સંગઠનના વડાને મળવા ગયા હશે ? તરેહ–તરેહની ચર્ચાઓ, વાતોએ વેગ પકડયું છે, સત્ય શું ? ખરેખર મુલાકાત ગોઠવાઈ હતી કે વાતો ઉઠી છે ?


ગુજરાતના રાજકારણમાં સી.એમ. અને પ્રદેશ પ્રમુખ વચ્ચેના તાલમેલ વિશે સૌ કોઈ રાજકીય વર્તુળો વાકેફ છે જેથી આવા સંજોગોમાં રાજકોટ સી.પી. સંગઠન વડાને મળ્યાની વાતમાં તથ્ય શું અને કેટલું ? તે તો જાણકારોમાં જાણ હશે, સરકારની ગૂડબૂકવાળા મનાતા સી.પી. શું ગાંધીનગરની લીલીઝંડી લઈને મુલાકાતે ગયા હશે ?


આવનાર દિવસોમાં બદલીના દૌરને લઈને મુલાકાત થવાનો મુદ્દો પોલીસ અધિકારીઓમાં પણ ભારે ચર્ચા જગાવનારો બન્યો છે. કયાં મુદ્દે મળ્યા હશે ? શું પાટીલે રાજકોટનું રિપોર્ટ કાર્ડ મેળવ્યું હશે કે ઔપચારિક મુલાકાત હતી ? મુલાકાત થઈ છે કે કેમ ? તે પણ એક ભેદી સવાલ બન્યો છે. નજીકના સૂત્રોએ તો આવું કશું થયું નથી, વાતો વહેતી થઈ છે તેવું કહી રહ્યા છે, પણ કાંઈક તો હશે તો જ આ મુદ્દો રાજકોટથી ગાંધીનગર સુધી ચર્ચાસ્પદ બન્યો હોઈ શકે !