સોમનાથ મંદિર ખાતે દર્શનનો સમય પોણા ત્રણ કલાક વધ્યો

0
313

અનલોક-3માં કર્ફ્યૂ હટી જતાં સમય પણ વધારાયો

શ્રાવણ માસ દરમ્યાન ભારતના 12 જ્યોતિર્લિંગના પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે મંદિરે હવેથી દર્શન માટેનો પોણા ત્રણ કલાક વધુ મળશે. મંદિરમાં રોજ ભાવિકોને સવારે 5:30 થી 6:30 વાગ્યે પણ પ્રવેશ મળી શકશે. અને રોજ સાંજે 7:30 થી 9:15 વચ્ચે દર્શન કરી શકાશે.

દર્શનનો સમય સવારે 5:30 થી 6:30, 7:30 થી 11:30, બપોરે 12:30 થી 6:30 અને સાંજે 7:30 થી રાત્રે 9:15
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, હવે ફક્ત શનિ, રવિ અને સોમવારજ નહીં, શ્રાવણ માસના બાકીના તમામ દિવસોમાં આરતીના 1 કલાક પહેલાં સવારે 5:30 થી 6:30 અને સાંજે 7:30 થી 9:15 દરમ્યાન પણ દર્શન કરી શકાશે. આ ઉપરાંત 1 ઓગષ્ટથી અનલોક-3 જાહેર કરાયેલ છે. જેમાં રાત્રી કર્ફ્યુ સંપૂર્ણ હટાવી દેવાયો છે. આથી હવે શ્રાવણ મહિનો દર્શનનો સમય સવારે 5:30 થી 6:30, 7:30 થી 11:30, બપોરે 12:30 થી 6:30 અને સાંજે 7:30 થી રાત્રે 9:15નો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here