જસદણ: સ્પેન ગ્રુપનો નવીનતમ અભીગમ , શાળા આવી મારા ઘરે

0
476
    ડિઝીટલ ટેકનોલોજીનાં માધ્યમથી સ્પેન ગૃપની તમામ શાળાઓનાં કુલ ૨૫૦૦ જેટલા બાળકો દરરોજની અઢી કલાક શિક્ષણ કાર્ય મેળવી શકે તેવા ઉમદા હેતુથી સ્પેન એજ્યુકેશન ગૃપ દ્વારા ડિઝીટલ પ્લેટફોર્મ eSPEN class નાં માધ્યમથી વિદ્યાર્થીઓને વિડીઓ લેક્ચર્સ, બુક રીડીંગ, MCQ ટેસ્ટ તેમજ ચેપ્ટર ટેસ્ટ, યુનિટ ટેસ્ટ પણ આપી શકે તેવી ડિઝીટલ એપ્લીકેશન એસ.પી.એસ. સંકુલ અને શાંતિનિકેતન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનાં વાલીઓના મોબાઈલમાં એપ્લીકેશનનાં માધ્યમથી ‘મમ્મી મારાં શિક્ષક’ નાં માધ્યમથી તમામ બાળકોને શિક્ષણ પૂરું પાડી રહ્યા છે.
    આ લોકડાઉનની પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ પોતાનાં ભવિષ્યનું નિર્માણ કરી શકે, ઘરની બહાર ન નીકળે તેમજ બિનજરૂરી તોફાનો ન કરે એ માટે સ્પેન ગૃપનાં ડિરેક્ટર ડૉ. કમલેશ હિરપરા દ્વારા આ પ્લેટફોર્મ આપવામાં આવે છે. જેમાં સંસ્થાના તમામ કર્મચારી જયદીપ હિરપરા, કેવલ હિરપરા, ભરતભાઈ પરમાર, રોહિત સોજીત્રા, મનીષ મજીઠીયા, પ્રકાશ પ્રજાપતિ, અજયસર, યોગેશ રામાણી, સત્યેન્દ્ર પ્રસાદસર, શ્રીકાંત સર, તેમજ અન્ય સ્ટાફગણ દ્વારા ટેલીફોનિક વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ફોલોઅપ મેળવવામાં આવે છે અને સાથોસાથ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનાં પણ પોજીટીવ સહકાર મળી રહ્યો છે.

    કોરોનાના ભયાનક વાયરસથી બચવા વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનો ઘરે સુરક્ષિત રહે તેવા પ્રકારનો પ્રયાસ સ્પેન ગૃપ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ કરેલ છે જેનો અમોને અમારા સ્ટાફને વિદ્યાર્થી અને વાલીઓ આનંદની લાગણી અનુભવે છે કોરોના વાયરસના ડરને દૂર કરી હોંશેહોંશે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે જે સંસ્થાના ડિરેક્ટર ડૉ. કમલેશ હિરપરાની યાદી જણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here