સુરત હેલ્થ સેન્ટરમાં એન્ટીજન પોઝિટિવ આપ્યો, પ્રાયવેટમાં સિટિ સ્કેનમાં નેગેટિવ

0
318

બાદમાં હેલ્થ સેન્ટરે ભૂલ થઇ હોવાનું સ્વિકાર્યું

સુરત કતારગામ હેલ્થ સેન્ટરમાં કરેલા ટેસ્ટમાં ફરજ પર હાજર હેલ્થ કર્મચારીએ તત્કાલિક એન્ટીજન રિઝલ્ટ પોઝિટિવ આપી દીધું હતું. જોકે પરિવારને શંકા હતી તેથી પ્રાયવેટમાં અલગ-અલગ રિપોર્ટ કરાવ્યા, સિટી સ્કેન કરાવ્યો તેમાં કોરોના નહીં હોવાનું પ્રાઈવેટ ડોક્ટરે જણાવ્યું હતું.

એક કાગળ પર સિક્કો મારીને કોવિડ-19 એન્ટીજન રિઝલ્ટ પોઝિટિવ એવો રિપોર્ટ આપી દીધો હતો
સિંગણપોર નંદનવનમાં રહેતા ત્રિભુવન સરવૈયાએ જણાવ્યું હતું કે તેમની પત્ની રીતાબેનને 27મીએ માથામાં સામાન્ય દુખાવો હતો. તેથી તેઓ સિંગણપોર હેલ્થ સેન્ટર પર ગયા હતા. ત્યાંથી કતારગામ હેલ્થ સેન્ટર મોકલ્યું હતું. કતારગામ હેલ્થ સેન્ટર પર રીતાબેનના સેમ્પલ લીધા પરંતુ હેલ્થ કર્મચારીઓ કાંઈ ચેક કરે તે પહેલા જ એક કાગળ પર સિક્કો મારીને કોવિડ-19 એન્ટીજન રિઝલ્ટ પોઝિટિવ એવો રિપોર્ટ આપી દીધો હતો. જોકે તેમને શંકા હતી. તેથી 29મી તારીખે તેઓ ખાનગી હોસ્પિટલમાં રીતાબેનને બતાવવા લઈ ગયા. ત્યાં અલગ-અલગ રિપોર્ટ કઢાવ્યા હતા. સિટી સ્કેનના રિપોર્ટમાં કોરોના હોય એવું જણાયું નહીં તેથી ડોક્ટરોએ નેગેટિવ હોવાનું રીતાબેનને જણાવ્યું હતું. બાદ પતિએ કતારગામ હેલ્થ સેન્ટર પર તેમના ધુપ્પલ વિશે કહેતા તેઓએ ભુલથી રિપોર્ટ અપાયો હોય એવું કહ્યું હતું. ત્રિભુવનભાઈએ જણાવ્યું હતું કે કોર્પોરેશનની આ લાલિયાવાડી અને તેમને જે હેરાનગતિ થઈ તે માટે કોર્ટમાં ફરિયાદ કરવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here