અમદાવાદ આશ્રમ રોડ પર આવેલો વિજય સેલ્સ શો રૂમ મોડી રાતે ચાલુ રહેતા પોલીસે ગુનો નોંધ્યો

0
434

રાત્રી કરફ્યુ છતાં ઇલેક્ટ્રોનિક શો રૂમ ચાલુ રાખવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી

  આશ્રમ રોડ પર એચ.કે કોલેજ સામે આવેલો વિજય સેલ્સ નામનો ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો શો રૂમ રાત્રી કરફ્યુ હોવા છતાં ખુલ્લો રાખવામાં આવતા નવરંગપુરા પોલીસે ગુનો નોંધ્યો છે. રાતે કરફ્યુ અને રાતે 8 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવા અંગે જાહેરનામું હોવા છતાં દુકાન ખુલ્લી રાખવામાં આવી હતી. નવરંગપુરા પોલીસે શશાંક મોદી સામે ગુનો નોંધ્યો છે.

કોરોનાને લઇ કેન્દ્ર અને રાજય સરકારની ગાઈડલાઇન મુજબ રાતે 10 વાગ્યા બાદ કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત રાતે 8 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી છે. પોલીસ રાતે કરફ્યુનો કડક અમલ કરાવતી હોય છે જેથી નવરંગપુરા પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાતે 10.45 વાગ્યે આશ્રમ રોડ પર એચ.કે કોલેજની સામે પહોંચતા વિજય સેલ્સ નામની દુકાન ચાલુ હતી જેથી પોલીસકર્મીઓએ દુકાન ચાલુ રાખવા અંગે હાજર શશાંક મોદીને પૂછપરછ કરતા તેઓએ દુકાન ચાલુ રાખવાની પરવાનગી ન હતી. જેથી પોલીસ કર્મીઓએ આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.