ગોંડલના વોરાકોટડા રોડ પર ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતો ગૃહ ઉદ્યોગ ઝડપાયો

0
416

ગોંડલમાંથી વિદેશી ડુપ્લીકેટ દારૂનો જથ્થો ગોંડલ સિટી પોલીસના ડી સ્ટાફના જયદીપસિંહ ચૌહાણની બાતમીના આધારે ડુપ્લીકેટ દારૂ બનાવતો ગૃહ ઉદ્યોગ પકડી પાડવામાં આવ્યો છે શહેરના વોરાકોટડા રોડ પર શાળા નંબર 16 પાસે રહેતા નરેન્દ્ર અમીચંદ ઉનડકટ દ્વારા એસન્સ અને ખાદ્ય પાવડર ની મિલાવટ થી વિદેશી દારૂ બનાવવામાં આવતો હોવાની બાતમીના આધારે સિટી પી.આઈ એસ એમ જાડેજા, શક્તિસિંહ જાડેજા, જયસુખભાઇ ગરભાડીયા, જયંતીભાઈ સોલંકી તેમજ અરવિંદભાઈ દાફડા સહિતનાઓએ દરોડો પાડ્યો હતો અને આશરે એક લાખ રૂપિયાની કિંમતનો ડુપ્લીકેટ વિદેશી દારૂનો જથ્થો, ઓફિસર ચોઇસ, બ્લેન્ડર પ્રાઇડ સહિતના દારૂના બોક્સ સ્ટીકર અને ખાલી બોટલો પકડી પાડવામાં આવી હતી.

આ તકે સીટી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉપરોક્ત પકડાયેલા શખ્સ દ્વારા પ્રિન્ટેડ દારૂના બોક્સ, સ્ટીકર કાચ અને પ્લાસ્ટિકની બોટલો ક્યાંથી અને કોની પાસેથી ખરીદ કરવામાં આવી છે તે અંગે પણ તપાસ હાથ ધરાશે, કોમ્પ્યુટર ડિઝાઇન અને બોક્સ પ્રિન્ટિંગનો રેલો રાજકોટ અમદાવાદ સુધી પહોંચનાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here