તમે કેમ ધંધા બંધ કરાવો છો, તમારી ખાખી વર્ધિ ઉતરાવી દઈશ, ચા વાળાની બે કોન્સ્ટેબલને ધમકી

0
309

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ મોડી રાતે ખાનગી ગાડીમાં કીટલી બંધ કરાવવા ગયા

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં મોડી રાતે પ્રાઇવેટ ગાડી લઇ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના બે કર્મચારીઓઓ પથ્થરવાળી મસ્જિદ પાસે રાત્રી કરફ્યુ છતાં ચા અને પાનની દુકાન ચાલુ હોવાથી ત્યાં ગયા હતા. દુકાન બંધ કરવાનું કહેતા રફીક પાલીવાલા નામના શખ્સે તમે કેમ ધંધા બંધ કરાવો છો, તમને જો લઈશ તમારી ખાખી વર્ધિ ઉતરાવી દઈશ કહી ધમકી આપી હતી. જેથી તેને પકડવા જતા રફીક ત્યાંથી ભાગી ગયો હતો. સર્વેલન્સ સ્કવોડના બંને કોન્સ્ટેબલ તેને પકડી શક્યા નહિ અને પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જતાં રહ્યાં હતાં.

પોલીસ કર્મચારીઓની ફરજમાં રુકાવટ અંગે ગુનો નોંધ્યો
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા હતા ત્યારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની વન ગાડીના કર્મચારીઓ રફીકને લઇ આવ્યા હતા અને પોલીસ કર્મચારીઓની ફરજમાં રુકાવટ અંગે ગુનો નોંધ્યો હતો. દરમ્યાનમાં પોલીસ સ્ટેશનમાં જ રફીકની તબિયત ખરાબ થતા 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here