આત્માની ઓળખને મળી રહ્યો છે બહોળો પ્રતિશાદ.

0
539

• પ્રાચીન ભજન આત્માની ઓળખને નવા સંગીત સાથે યુવાનોમાં મળી નવી ઓળખ.

• ગુજરાતી ફિલ્મ કલાકાર મલ્હાર ઠક્કર અને યુવા ગાયિકા સાંત્વની ત્રિવેદી ધ્વારા રજુ કરવામાં આવ્યું પ્રાચીન ભજન લોકોએ ખુબ જ વધાવ્યું.

• ફિલ્મ નિર્માતા જીગર ચૌહાણ અને સંગીતકાર રાહુલ મુંજારિયા એ જીવંત કર્યું પ્રાચીન ભજન આત્માની ઓળખ.

ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર મલ્હાર ઠક્કરને લઈને ફિલ્મ નિર્માતા જીગર ચૌહાણે ગજરાતી પ્રાચીન ભજન આત્માની ઓળખ થોડા સમય પહેલા ક્રિસ્ટલ કલર્સ ઇવેન્ટ સ્ટુડિયો ચેનલ પર લોન્ચ કર્યું હોવાનું જણાય છે.

યુવા ગાયિકા સાંત્વની ત્રિવેદી ના અવાજમાં ગવાયેલા ગીત નવી પેઢીને પસંદ આવે એવા સંગીત સાથે યુવાનોમાં ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. આ ગીત આત્માની ઓળખ પ્રાચીન સમયમાં ઘણા બધા કલાકારો ધ્વારા રજુ કરવામાં આવ્યું છે. ઉપરાંત મિરાબાઈ એ પણ આ ગીતને પ્રસ્તુત કર્યાની લોક વાયીકા છે. ૮૪ લાખ અવતાર પછી આત્મા સાથેની ઓળખ “હંસલો અને બગલાનો ભેદ” એવા અનેક વિષય આ ગીતમાં ખુબ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

આ ગીતને યુવાનોની સાથે સાથે વડીલોમાં પણ ખુબ લોક પ્રિય બની રહ્યું છે. સંગીત કલાકાર રાહુલ મુંજારિયા એ મલ્હાર ઠક્કર જેવા ખુબ પરિપક્વ અભિનેતા એ પોતાના અભિનયથી આ ગીતને ખુબ સુંદર રીતે પ્રસ્તુત કર્યું છે. આજના સમયમાં યુવાનોમાં ખુબ લોકપ્રિય અને પોતાના ફોક ફ્યુઝન ગીતોથી લોક પ્રિય બનેલા ગાયિકા સાંત્વની ત્રિવેદી ધ્વારા આ ગીતને મધુર આવાજ દર્શાવવામાં આવ્યું.

આ ગીતને ફિલ્માંકન કરવામાં આવ્યું ઝીઝુંવાડા ગામમાં જ્યાં ના લોકોનો ખુબ સુંદર પ્રતિસાદ મળ્યો.જે રીતે આ ગીતને લોકો તરફ થી પ્રેમ મળી રહ્યો છે એ મુજબ આ ગીત ઘણા રેકોર્ડ તોડવાની દિશામાં આગળ વધી રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here