- વી સિવિલ-સ્મીમેરમાં 35 દર્દી વેન્ટિલેટર, 419 દર્દીઓ ઓક્સિજન ઉપર
- સ્મીમેરના 3 ડોક્ટર અને કાપડ માર્કેટ સાથે જોડાયેલા 10 લોકો સંક્રમિત
સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 13,663 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 597 થઈ ગયો છે. ગત રોજ કોરોનાને મ્હાત આપી વધુ 229 દર્દી સાજા થઈ ઘરે ગયા હતા. જેથી રિકવર થનાર દર્દીઓની કુલ સંખ્યા 9365 પર પહોંચી છે. હાલ 3701 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
591 દર્દીઓની હાલત ગંભીર
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનામાં 597 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 441 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 368 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 16-વેન્ટિલેટર, 38-બાઈપેપ અને 314 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 182 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 150 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 19-વેન્ટિલેટર, 26-બાઈપેપ અને 105 દર્દીઓ ઓક્સિજન પર છે.
ડોક્ટરો સહિતના કોરોના સંક્રમિત થયા
નવા નોંધાયેલા પોઝિટિવ કેસમાં સ્મીમેર હોસ્પિટલના 3 અને ખાનગી હોસ્પિટલના 1 ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત કાપડ માર્કેટ સાથે સંકળાયેલા 10 અને ડાયમંડ સાથે સંકળાયેલા 2 લોકોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. SMCના સેન્ટ્રલ ઝોનના એન્જિનિયર, સાઉથ ઝોનના હેલ્થ વર્કર, સ્ટેશનરીની દુકાન ચલાવનાર, સ્મીમેરના 2 સફાઈ કામદાર સહિત સ્ટાફના 6 લોકો, મહાવીર હોસ્પિટલના હાઉસ કીપર, સેનેટરી ઇન્સ્પેક્ટર, કેદી, એન્જિનિયર, સરથાણા USCનો વોર્ડ બોય, SMCની શાળાના શિક્ષક, સિવિલ હોસ્પિટલની આયા, રીક્ષાચાલક અને કોન્ટ્રાક્ટર પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.