છેલ્લા 7 દિવસમાં કોરોનાથી 67 લોકોના મોત
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં આજે વધુ 4 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા છે. છેલ્લા 7 દિવસમાં કોરોનાથી 67 લોકોના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1837 પર પહોંચી ગઈ છે.
ક્રમ | નામ | ઉં.વ. | સ્થળ |
1 | વસંતભાઈ સોલંકી | 64 | રાજકોટ |
2 | દિપકભાઈ માથુકીયા | 52 | રાજકોટ |
3 | ઈન્દુબેન સોની | 65 | રાજકોટ |
4 | મહબુબભાઈ સમા | 67 | રાજકોટ |
રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 1178 થઈ
રાજકોટ શહેરમાં પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1178 થઈ છે. જ્યારે જિલ્લામાં 1837 કેસ નોંધાયા છે. તેની સામે રિકવરની સંખ્યા પણ વધી રહી છે. મનપાના ચોપડે કુલ મોત 15 નોંધાયા છે. જ્યારે જિલ્લામાં હજુ ડેથ ઓડિટ ચાલી રહ્યું હોઈ તેના આંકડા જાહેર કરાયા નથી.
આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક્ટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.