જેતપુરના આ યુવાને વેસકીન કેમ્પનું એવું આયોજન કર્યું કે લોકો તેમની કામગીરીના કરી રહ્યા છે વખાણ

0
1457

જેતપુરના ચિરાગ ગેરીયા દ્વારા કોઈનો સમય ન બગડે તેવી રીતે કર્યું વેકસીન કેમ્પનું આયોજન

જેતપુર:કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા વેકસીન ને લઈ લોકોમાં જાગૃકતા આવી છે અને શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સીન લેવા લોકો જઈ રહયા છે ત્યારે જેતપુરના જાગૃતિ નગર વિસ્તારમાં આવેલ શાળા નંબર ૧૧ માં પણ વેસકીનેશન કેમ્પ શરૂ કરી દરરોજ 12પ જેટલા લોકોને વેકસીન આપવામાં આવી રહી છે આ કેમ્પનું આયોજન ચિરાગ ગેરીયા દ્વારા કરવામાં આવ્યું છે જેઓ હર હમેંશા કોઈપણ સામાજીક કાર્યમાં આગળ હોય છે ત્યારે ચિરાગ ગેરીયા તેમજ તેમના ગ્રુપ દ્વારા તેમના વિસ્તારના તમામ લોકોને વેકસીન મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે.

ટોકન સિસ્ટમથી અપાઈ રહી છે વેકસીન,લાઈનમાં ઉભા રહયા વગર મળે છે વેકસીન

અહીં અપાઈ રહેલી વેકસીનમાં કોઈપણ વ્યક્તિને લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી કારણ કે ચિરાગ ગેરીયા તેમજ તેમના ગ્રુપ દ્વારા ટોકન સિસ્ટમ કરવામાં આવી છે જેમાં વેકસીન લેવા ઇચ્છતા લોકોએ સૌ પ્રથમ નામ લખાવી ટોકન આપવામાં આવે છે અને તે વ્યક્તીનો વારો જ્યારે આવે ત્યારે 5 મિનીટ પેહલા વેકસીન કેન્દ્ર પરથી ફોન કરી દેવામાં આવે છે અને તે વ્યક્તી આવે એટલે તરત જ તેમને વેકસીન આપી દેવામાં આવે છે જેનાથી કોઈપણ વ્યક્તીને પોતાનો સમય વેડફવાની જરૂર નથી અને ટાઇમસર વેકસીન મળી રહે છે તેમજ વૃદ્ધાઓ અને વિકલાંગો ને ચિરાગભાઈ દ્વારા ઘરે થી તેડી આવી વેકસીન આપી રહ્યા છે.

અત્યાર સુધી આ વિસ્તારના 300 જેટલા લોકોને વેકસીન આપી દેવામાં આવી છે અને દરરોજ 120 જેટલા ડોઝ અહીંના વિસ્તારના લોકોને આપવામાં આવે છે ચિરાગભાઈ તેમજ તેમના ગ્રુપ દ્વારા લોકોને વેસકીનેશન આપવા માટે ઘરે ઘરે જઈ જાગૃત કરવામાં આવે છે અને જેટલું બને તેટલા વધારેમાં વધારે લોકો વેકસીન લઈ સુરક્ષિત થાય તેવા પ્રયાસ કરી રહ્યા છે.તેમજ આ કેમ્પમાં નવાગઢ અર્બન હેલ્થની ટીમની કામગીરી પણ પ્રશશિય છે.

કોરોના કાળ દરમ્યાન પણ ચિરાગ ગેરીયાની અનોખી સેવા ચિરાગભાઈ ગેરીયા હાલ જેતપુર શહેર તાલુકા આહીર સમાજ કારોબારી સભ્ય તરીકે ઓન સેવા આપી રહ્યા છે તેમજ સામાજિક કાર્યકર તરીકે હમેશા આગળ હોય છે કોરોના કાળ દરમ્યાન પણ ચિરાગભાઈ તેમજ તમેના ગ્રુપ દ્વારા ઘરે હોસ્પિટલ બનાવી લોકોની સેવા કરી હતી અને અનેક લોકોના જીવ બચાવ્યા હતા તેમજ ઓક્સીજન પુરૂ પાડી રાત દિવસ જોયા વગર કોરોના દર્દીઓ સાથે રહી સેવા આપી હતી.