રાજકોટ RMC દ્વારા તા.૨૯/૦૬/૨૦૨૧ના રોજ આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાશે.

0
283

રાજકોટ RMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિતભાઈ અરોરા, શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજ્ય સરકાર દ્વારા તા.૨૯/૦૬/૨૦૨૧ના રોજ માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ જીલ્લા/શહેર કક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૯/૦૬/૨૦૨૧ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો ઓનલાઈન શુભારંભ  રાજ્યના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે થશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા તથા અરવિંદભાઈ રૈયાણી, બક્ષી પંચ મોરચા પ્રદેશ ભાજપ અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર તથા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી તથા કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા વિગેરે ઉપસ્થિત રહેશે.   

રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીના ૩ થી ૬ વર્ષના ૯૩૦૫ બાળકો પૈકી ૦૬ બાળકોને ટોકનરૂપે મહાનુભાવોના વરદ હસ્તે ગણવેશ આપવામાં આવશે.