
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગોંડલ અને આરોગ્ય વિભાગ દ્વારા શ્રી સરસ્વતી શિશુ મંદિર ગોંડલ ખાતે કોવિડ-૧૯ વેકસીનેશન (બીજા ડોઝ) ના કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હોય આજ રોજ શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે ત્રીજા વેકસીનેશન કેમ્પ નું ગોંડલ નગર માન. સંઘચલાકજી નિર્મલસિંહ ઝાલા, રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રીનાબેન ભોજાણી, રાજકોટ જીલ્લા ભાજપા મહિલા મોરચા મહામંત્રી અસ્મિતાબેન રાખોલિયા, શ્રી સરસ્વતી શિશુમંદિર સંકુલના પ્રધાનઆચાર્ય યોગેન્દ્રસિંહ ઝાલા, RSSના અનિલભાઈ ગજેરા , હરેશભાઇ સોજીત્રા, મૌલિકભાઈ ચાવડા, ગોગનભાઈ કોટડીયા તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ના વરદ હસ્તે દીપપ્રાગટ્ય કરી ને કેમ્પનો શુભારંભ કરાવવામાં આવ્યો.
