જૂનાગઢ. ખામધ્રોળ રોડ પરથી 19 સપ્ટે. 2012 ના રોજ પોલીસે હાજી મકરાણી નામના શખ્સે ચરસ અને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તેની પુછપરછમાં મુખાતીબખાન મુનીરખાન પઠાણ (ઉ. 40, રે. પેટલાદ) અને મરિયમબેન મલેક (ઉ. 32) ના નામ ખુલતાં તમામની ધરપકડ કરી જ્યુડિશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કર્યા હતા. આરોપી ના વકીલ આર .ડી .ઠાકર ની દલીલો બાદ પાંચમા એડીશ્નલ સેશન્સ જજ પી. એમ. સાયાણી દ્રારા ત્રણેયને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
અહેવાલ હુશેન શાહ .જુનાગઢ