સુરત વેસુની રોયલ રેસિડેન્સીના 10મા માળે આગ લાગી, કોઈ જાનહાનિ નહીં

0
280
  • આગ લાગવાનું પ્રથમિક તારણ ACમાં શોર્ટ સર્કિટ
  • ફાયર વિભાગે ગણતરીના સમયમાં કાબૂ મેળવ્યો

સુરત વેસુની રોયલ રેસિડેન્સીમાં શુક્રવારની મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. 10મા માળે લાગેલી આગની જાણ સાથે જ ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. 10મા માળે એક ફ્લેટની ગેલેરીમાંથી આગ બહાર નીકળતા જોઈ ફાયરના જવાનોએ તાત્કાલિક આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી માત્ર ગણતરીની મિનિટોમાં આગને કાબૂમાં લઈ લીધી હતી.

આગ પર કંટ્રોલ કરી લેતા એક મોટી દુર્ઘટના ટળી
ઘટના બાદ તપાસમાં જાણવા મળ્યું હતું કે આગ લાગવા પાછળ ACમાં થયેલા શોર્ટ સર્કિટ હોવાનું બહાર આવ્યું હતું. આગમાં સોફા અને લાકડાની વસ્તુઓ ભડભડ સળગતા આગ ઉગ્ર બની હતી. જોકે, ફાયરના જવાનોએ સમય સૂચકતા વાપરી આગ પર કંટ્રોલ કરી લેતા એક મોટી દુર્ઘટનામાંથી ચમત્કારિક બચાવ થયો હતો.

સોફાસેટ અને લાકડાનું પાર્ટીશન બળીને ખાખ
ACમાં શોર્ટસર્કિટથી આગ લાગતા સોફાસેટ અને લાકડાનું પાર્ટીશન બળી ગયું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.આગ લાગતા બિલ્ડીંગની નીચે રોડ પરથી પસાર થતા લોકોમાં પણ ભય ફેલાયો હતો. ફાયરના કર્મીઓ ઘટના સ્થળે હાઇડ્રોલિક ક્રેઇન સાથે પહોંચી ગયા હતા.ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here