રાજ્ય ભરની આંગણવાડીઓના 14 લાખ બાળકોને વિના મૂલ્યે યુનિફોર્મ વિતરણની આગવી પહેલ કરતું એક માત્ર ગુજરાત
રાજ્યની 53,029 આંગણવાડીઓના નાના ભૂલકાઓને આ યુનિફોર્મ થી મળશે આગવી ઓળખ.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 36 કરોડ 28 લાખના ખર્ચે આકાર પામેલી આ યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કરાવ્યો હતો
કોરોનાકાળ દરમ્યાન રાજ્યના ૩ થી ૬ વર્ષના ૧૬ લાખ જેટલા ભૂલકાઓને પોષણક્ષમ આહાર માટે દર અઠવાડિયે 1 કિલો ગ્રામ સુખડી આપવાની ગુજરાતની પહેલ પણ . ગુજરાતે મુખ્યમંત્રી ના માર્ગદર્શન માં કરી છે
કોરોના સંક્રમણકાળમાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજીત ‘હેન્ડ વોશ’ કેમ્પઇનમાં એક સાથે પાંચ લાખ બહેનોએ પાંચ હજાર સ્થળોએ જોડાઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો

આ ગૌરવ સિદ્ધિ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનનું પ્રમાણ પત્ર તેમના પ્રતિનિધિએ મુખ્યમંત્રીને અર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ ગૌરવ સિધ્ધિ માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગને અભિનંદન આપતા આ પ્રમાણપત્ર વિભાગને એનાયત કર્યું હતું
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતભાઇ વસાવા, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે મહિલા બાળ વિકાસ કમિશનર કે કે નિરાલા તેમજ આઇ સી ડી એસ નિયામક મોદી ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા

રાજ્યના વિવિધ જિલ્લા મથકો-મહાનગરોમાં પદાધિકારીઓશ્રી યુનિફોર્મ વિતરણના વર્ચ્યુલ કાર્યક્રમમાં જોડાયા હતા.
મુખ્યમંત્રી એ ભૂલકાઓ ને ગાંધીનગર માં મુખ્યમંત્રી નિવાસ સ્થાને પ્રતિક રૂપે યુનિફોર્મ વિતરણ કરવા સાથે આગવી સંવેદના દર્શાવતા આ બાળકોને પોતાના તરફથી ભેટ અર્પણ કરી હતી