કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં આવેલ વાડી માંથી 1860 બોટલ દારૂ નો જંગી જથ્થો કબ્જે કરતી કાલાવડ ગ્રામ્ય પોલીસ.

0
1217

જામનગર અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલ નંગ -૧૮૬૦ કી.રૂ .૯,૩૦,૦૦૦ / – તથા સદરહુ અંગ્રેજી દારૂની હેરફેર કરવા તેમજ માલ પહોચાડવા માટે ઉપયોગમાં લીધેલ મો.સા. કી.રૂ .૧૫,૦૦૦ / – મળી કુલ મુદામાલ કી.રૂ .૯,૪૫,૦૦૦ / – ના મુદામાલ પકડી પાડતી કાલાવડ ગ્રામ્ય પોલીસ ગુજરાત રાજ્યના માન , ડી.જી.પી. દ્વારા ગુજરાત રાજ્યમાં દારૂ જુગારની પ્રવુતી સદંતર નેસ્ત નાબુદ કરવા સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય.

જે આધારે પોલીસ અધિક્ષક  દિપેન ભદ્રન ની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક જામ . ગ્રામ્ય વિભાગ  કુણાલ દેસાઇ તથા ધ્રોલ સર્કલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એ.જે.પટેલ નાઓના માર્ગદર્શન મુજબ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટાફ ડ્રાઇવની કામગીરીમા હતા .

જે દરમ્યાન રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે . ના પોલીસે એક ઇનોવા કાર ચાલક મહાવીરસિંહ ભાવેશભાઇ ચોહાણ ને ભારતીય બનાવટની વીદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ -૪૯૨ કી.રૂ .૨,૧૫,૫૨૦ / – તથા ઇનોવા કારની કી.રૂ .૫,૦૦,૦૦૦ / – તથા એક મોબાઇલની કી.રૂ .૩૦૦૦ / – ગણી કુલ મુદામાલ કી.રૂ .૭,૧૮,૫૨૦ – સાથે પકડી પાડેલ હોય જે અંગ્રેજી દારૂનો જથ્થો મજકુર ઇસમ કાલાવડ તાલુકાના નાના વડાળા ગામની સીમમાં આવેલ કુલદીપસિંહ | ભગીરથસિંહ જાડેજા ની વાડીએ થી લાવેલ હોવાની હકીકત મળતા જે હકીકત આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના થાણા અધિકારી મહિલા પો.સબ.ઇન્સ . એચ . વી . પટેલ તથા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે નાના વડાળા ગામની સીમમાં આવેલ કુલદીપસિંહ ભગીરથસિંહ જાડેજા ની વાડીએ રેઇડ કરતા વાડીમાં આવેલ ગોડાઉન માંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની અંગ્રેજી દારૂની બોટલો જેમા McDowell’s No.1 SUPERIOR WHISKY ORIGINAL ની બોટલ નંગ -૯૯૬ કી.રૂ .૪,૯૮,૦૦૦ / – તથા ROYAL CHALLENGE CLASSIC PREMIUM WHISKY બોટલ નંગ -૩૧૨ કી.રૂ .૧,૫૬,૦૦૦ તથા BLENDERS PRIDE ULTRA PREMIUM WHISKY બોટલ નંગ -૪૦૮ કી.રૂ .૨,૦૪,૦૦૦ – તથા ALL SEASONS GOLDEN coLLECTION RESERVE WHISKY બોટલ નંગ -૧૪૪ કી.રૂ .૭૨,૦૦૦ / – મળી કુલ બોટલ નંગ -૧૮૬૦ કી.રૂ .૯,૩૦,૦૦૦ / – તથા મો.સા. રજી નં . જી.જે. – ૧૧ – કર્યું . – ૫૩૨૮ કી.રૂ .૧૫,૦૦૦ / – મળી કુલ મુદામાલ કી.રૂ .૯,૪૫,૦૦૦ / – નો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ..

આ કામગીરી કરનાર ટીમના અધિકારી કર્મચારીઓ : P.s . એચ.વી.પટેલ તથા H.C. રાજેશભાઇ એચ . કરમુર તથા P.c. મયુરસિંહ ચંદ્રસિંહ જાડેજા તથા P. કુલદીપસિંહ ચંદુભા જાડેજા તથા P.c. માલદેવસિંહ ભરતસિંહ ઝાલા તથા P.c. હીતેશભાઇ કનાભાઇ કઠેચીયા તથા P.c. રવીન્દ્રસિંહ રાજનસિંહ જાડેજા તથા P.c. નીર્મળસિંહ જગદીશસિંહ ઝાલા તથા P .. પ્રકાશભાઇ હીરાભાઇ બોરીયા દ્વારા કરવામાં આવેલ છે .

અહેવાલ- સાગર સંધાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here