રાજ્યમાં 24 કલાકમાં 81 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ મહેસાણાના ખેરાલુ તાલુકામાં 3 ઈંચ જેટલો વરસાદ

0
282
  • 10 તાલુકામાં 1થી 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો
  • પાટણ, સુરેન્દ્રનગર, જુનાગઢ, નર્મદા, જામનગર, રાજકોટમાં 1થી 2 ઈંચ જેટલો વરસાદ

અમદાવાદ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ મહેર યથાવત્ છે. અત્યારસુધીમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં 10 તાલુકામાં 1થી 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ મહેસાણાના ખેરાલુ તાલુકામાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારબાદ પાટણ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, જુનાગઢ, નર્મદા, જામનગર, રાજકોટ સહિતના જિલ્લામાં 1થી 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે ભરૂચ, ડાંગ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ન પડતા ફરી ઉકળાટ તેમજ ગરમીનો માહોલ સર્જાયો છે.

24 કલાકમાં 10 તાલુકામાં 1થી 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો

જિલ્લોતાલુકોવરસાદ(MM)
મહેસાણાખેરાલુ75
પાટણસિધ્ધપુર73
સુરેન્દ્રનગરવઢવાણ70
સુરેન્દ્રનગરચુડા54
પાટણરાધનપુર46
છોટાઉદેપુરકવાંટ31
પાટણસરસ્વતી30
જુનાગઢવંથાલી29

24 કલાકમાં 10 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ

જિલ્લોતાલુકોવરસાદ(MM)
પાટણસાંતલપુર27
જામનગરકાલાવાડ27
રાજકોટજેતપુર23
જુનાગઢભેંસાણ22
સુરેન્દ્રનગરસાયલા21
જામનગરજામજોધપુર21
ભરૂચહાંસોટ21
ડાંગઆહવા21
અમરેલીખાંભા16
છોટાઉદેપુરપાવીજેતપુર15

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here